સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થયો છે જે જોઈને તમને બહારનું ખાવાનું નહીં ભાવે. બહારનું ખાતા પહેલા તમે પણ સો વખત વિચારશો. રજાના દિવસે લોકો દેશભરમાં થી પરિવાર સાથે બહાર જમવા માટે જતા હોય છે. ઘણા લોકો હોટલમાં જાય છે તો ઘણા લોકો બહારનું ઘરે લાવીને ખાય છે.
પોતાની પસંદનું ખાવા માટે ઓનલાઇન ઓર્ડર પણ કરી નાખે છે. પરંતુ ઘણી એવી ઘટનાઓ છે જે સાંભળીને તમે બહારનું ખાવાનું બંધ કરી દેશો. તમે સાંભળી જ હશે ઘણા રેસ્ટોરન્ટમાં ખાવાની અંદર જીવજંતુ નીકળતા હોય છે. જેના વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે.

હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં રેસ્ટોરન્ટ ની અંદર એક મહિલા સૂપ પી રહી હતી. સૂપ માંથી એક એવી વસ્તુ નીકળી જેનો વિડીયો જોઈને તમને ચીતરી ચડી જશે.
મહિલાના શુભમાંથી મૃત્યુ પામેલો ઉંદર નીકળ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુખની અંદર મરેલો ઉંદર જોઈને મહિલાના પગ ધ્રુજી ગયા હતા. જાણવા મળ્યું છે કે આ વિડીયો યુનાઇટેડ સ્ટેટનો છે. અહીં રેસ્ટોરન્ટ ની અંદર બે ગ્રાહકો આવ્યા હતા અને તેના સુખમાંથી એક મૃત્યુ પામેલો ઉંદર નીકળ્યો હતો. આ ઘટના પછી તેણે રેસ્ટોરન્ટ સામે કેસ પણ દાખલ કર્યો જેના કારણે હાલ રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો બાઉલ ની અંદર સૂપ છે અને તેની અંદર એક મરેલો ઉંદર પણ છે. આ વાયરલ થયેલો વિડિયો instagram પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો આપી રહ્યા છે.