રાણો રાણાની રીતે નામના ડાયલોગથી ફેમસ થયેલા દેવાયત ખવડ છેલ્લા પાંચ દિવસથી ફરાર છે. સ્ટેજ ઉપર બેસીને વટ અને ખુમારીની વાતો કરતા હતા આજે તેના ઘરે આજે તાળા લાગેલા છે. તેને ફોન બંધ કરીને અંડરગ્રાઉન્ડ થવાનો વારો આવ્યો છે. હાલમાં પોલીસ દેવાયત ખવડની શોધખોળ કરી રહી છે.
પોલીસ તેને શોધવા માટે તેના ઘરે પહોંચી પરંતુ તેની કઈ ખબર જ નથી. ઘટનાના પાંચ દિવસ થઈ ગયા છતાં પણ હજુ દેવાયત ખવડ નો કોઈ પણ પત્તો લાગ્યો નથી. રાજકોટ પોલીસે પીડિત મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે દેવાયત ખવડ અને તેના ત્રણ વ્યક્તિઓ સામે અમુક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી હતી.
દેવાયત ખવડના આવા કામો બાદ તેના જુના વિડીયો હાલ ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા દેવાયત ખવડનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે કહે છે કે સ્ટે FIRના ઢગલા થઈ જાય તોય મૂંઝાવવાનું ન હોય.આજે તે પોતે જ ગાયબ થઇ ગયો છે.
આ વિડીયો વાયરલ થયા બાદ ઘણા લોકો કહી રહ્યા છે કે સ્ટેજ ઉપર બંદૂક ફૂટી ત્યારે તેની સામે કેમ કોઈ કર્યવાહી થઇ નહિ? હાલમાં દેવાયતના જુના વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યા છે.