કહેવાય છે ભગવાનના દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે. પરંતુ ભગવાનના મંદિરોનો વહીવટ કરતા કહેવાતા ભક્તો હવે વેપારી બની ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અત્યારે ચેત્ર નવરાત્રી ચાલી રહી છે અને માતાજીના મંદિર પર ખૂબ જ ભીડ જોવા મળે છે. ત્યારે સુરતનું અંબિકા નિકેતન ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિર એવી સ્કીમ લાગ્યું છે જે સાંભળીને તમે પણ ગુસ્સો આવી જશે. અંબાજી મંદિરમાં લાઈનમાં ન ઉભા રહેવાના 100 રૂપિયા ઉઘરાવતું હોય તેવા આક્ષેપ આ મંદિર પર લાગ્યા છે.

માહિતી અનુસાર અંબિકા નીકેતન ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિરમાં એક ભક્તે સોશિયલ મીડિયા ના માધ્યમથી આરોપ મૂક્યો છે. જે માટે જણાવે છે કે મંદિરની સામે આવેલા એક ટી સ્ટોલ પરથી vip દર્શન માટે મંદિરના ટ્રસ્ટને 100 રૂપિયા આપીને સ્લીપ આપવામાં આવે છે. 100 રૂપિયા આપો અને લાઈનમાં ઊભા રહ્યા વગર દર્શન કરો. પોસ્ટ મૂકનાર યુવાન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેને ઉતાવળ હોવાથી પોતે પૈસા ભરીને આ હકીકતની ખરાઈ કરી હતી. ખરેખર 100 રૂપિયા લઈને માતાજીના દર્શન કરવા માટે લાઈન વગર જવા દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આવી રીતે દલાલો દ્વારા દર્શન કરાવનાર કિસ્સા દેશના મંદિરોને બદનામ કરી રહ્યા છે. શિરડી સાઈબાબા હોય કે મથુરામાં કૃષ્ણ જન્મસ્થાનના જેલ દર્શન એક્સપ્રેસ લાઇન માટે ગાઈડના નામે પૈસાની વસૂલાતિ થતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 100 રૂપિયાની સ્લીપ માં અંબિકા નિકેતન ટ્રસ્ટનો રસીદ નંબર આપવામાં આવે છે. આ રસીદ નંબર બતાવીને લાઈન વગર માતાજીના દર્શન માટે સીધી એન્ટ્રી મળી જાય છે. ત્યારે શું અંબિકા નીકેતન મંદિર ટ્રસ્ટ માતાજીના નામે વેપાર કરી રહી છે કે શું? શું અંબિકાની કેતન મંદિરમાં માતાજી અમીરો માટે જ દર્શન અને દાન આપશે?