હિન્દી સિનેમા ના દિગ્ગ્જ અભિનેતા સતીશ કૌશિકનું હાલમાં જ નિધન થયું હતું. સમાચારથી ચાહકોના દિલમાં આઘાત લાગ્યો હતો. ત્યારે હવે વધુ એક દુઃખ ખબર સામે આવી છે. SONY ટીવી ની પ્રખ્યાત ટીવી સીરીયલ CID ના પ્રદીપ નું નિધન થયું છે. પ્રદીપએ નિર્માતા તરીકે ઘણી ફિલ્મો પણ બનાવી છે. તેના નિધનની માહિતી સીઆઇડીના એસીપી પ્રદ્યુમન એટલે કે દિગજ અભિનેતા શિવાજી સાટમે આપી હતી. સાથે તેણે પ્રદીપના નિધન પર શોખ પણ વ્યક્ત કર્યો છે.
સોમવારે શિવાજી સાતમે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં શિવાજીએ શિરડી નિર્માતા પ્રદીપ ઉપ્પુર ના નીધર ની જાણકારી આપી હતી. આ ટ્વિટમાં શિવાજી પ્રદીપ ની તસ્વીરો શેર કરીને લખ્યું છે કે “cid નો સ્તંભ અને તેનો નિર્માતા પ્રદીપ ઉપપુર છે.”હંમેશા હસતા મિત્ર પ્રામાણિક અને સ્પષ્ટ દિલથી મારા જીવનનો એક લાંબો અને ગૌરવપૂર્ણ અધ્યાય છે.

વિદાય સાથે અંત આવ્યો “લવ યુ એન્ડ મિસ યુ ફ્રેન્ડ.”પ્રદીપ ઉપપુરના નિધનના સમાચાર આપતા શિવાજી સાટમેં શોખ વ્યક્ત કર્યો. શિવાજીના ટ્વિટ પરથી સ્પષ્ટ અનુમાન લગાવી શકાય કે પ્રદીપ નિધનના સમાચારથી શિવાજી સાટમનું હૃદય તૂટી ગયું છે. તેની સારવાર હાલ સિંગાપુરમાં ચાલી રહી છે જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કીધું.

CID ઉપરાંત પ્રદીપ ઉપ્પુરે સત્ય અને ફિલ્મ નેલ પોલીસીમાં નિર્માતા તરીકે ભાગીદારી આપી હતી. તમને જણાવી દઈએ તેની છેલ્લી ફિલ્મ નેલ પોલીસ હતી જે બે વર્ષ પહેલા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હતી. CID ઉપરાંત તેણે સુકોપ્સ થી લઈને સતરંગી સસુરાલ સુધીની ફિલ્મોનું નિર્માણ કર્યું છે.