ગુજરાતી લોકપ્રિય ગાયિકા એટલે કે કિંજલ દવે જેને ઓળખાણ ની જરૂર નથી. હાલ તેની સગાઈ તૂટવાને લઈને તે ખૂબ જ ચર્ચામાં છે. કિંજલ દવે ની સગાઈ તૂટવા પાછળનું કારણ તેના ભાઈ આકાશ દવે સાથે જે છોકરીની સગાઈ થઈ હતી તેણે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની સગાઈ પણ તૂટી છે. તમને જણાવી દઈએ કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. એટલે કે પવનની બહેન સાથે જ કિંજલ ના ભાઈનો પણ સગપણ થયું હતું.

કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. લોકોને આ બંનેની જોડી ખૂબ જ પસંદ આવી હતી. કિંજલ દવે પણ પોતાની સગાઈની દરેક વર્ષગાંઠ ધામધૂમથી ઉજવતી હતી. એટલું જ નહીં બંનેના જન્મદિવસ પર તેઓ ખાસ ઉજવણી કરતા હતા. માહિતી અનુસાર કિંજલ દવે અને પવન જોશી બાળપણના મિત્રો હતા. જેના કારણે તેની વચ્ચે ખૂબ જ ખાસ બોન્ડિંગ હતું.

સગાઈ દરમિયાન કિંજલ અને પવનની સાથે કિંજલ નો ભાઈ આકાશ અને બહેન પણ જતા હતા. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પવન જોશી ની બહેન અને આકાશની તસવીરો સામે આવી છે. કિંજલ દવે અને પવને પોતાના સોશિયલ મીડિયા માંથી એકબીજા સાથેની તમામ તસવીરો ડિલીટ કરી નાખી છે.

પરંતુ ઇન્ટરનેટ પર તેઓ ખૂબ જ ચર્ચામાં છે. આ ઉપરાંત પવનની જાગૃતિ અને કિંજલ ના ભાઈ આકાશની ઘણી તસવીરો સામે આવી છે. થોડા સમય પહેલા જ આ ચારેય ઉદયપુરમાં સાથે હતા ત્યારે બધાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. જેમાં જાગૃતિને આકાશ પણ જોવા મળ્યા હતા.

જાગૃતિ અને આકાશ એકબીજાના જન્મદિવસ પર સાથે રહેતા અને જન્મદિવસને ખાસ બનાવવા સેલિબ્રેશન પણ કરતા હતા. આ ઉપરાંત જાગૃતિ કિંજલ દવે સાથે ખૂબ જ સારું બોર્ડિંગ રાખતી હતી. પરંતુ જાગૃતિના એક નિર્ણયના કારણે બંને પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ. કિંજલ દવેની સગાઈ તૂટવાથી ચાહકોને ઘણો મોટો આઘાત લાગ્યો છે.