કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી તેણે પોસ્ટ શેર કરી અને કેપ્શન માં લખ્યું… “સબકો મિલ જાયેગી મંઝિલ યહા જરૂરી નહીં…”

ગુજરાતમાં કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર હાલ ખૂબ ચર્ચામાં છે. કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. બાળપણમાં બંને મિત્રો હતા અને તેની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. કિંજલ દવે ના ભાઈ આકાશની સગાઈ પવનની બહેન સાથે નક્કી થઈ હતી અને પવનની સગાઈ કિંજલ સાથે. પાંચ વર્ષ પછી આ સગાઈ તૂટી ગઈ છે.

સગાઈ તૂટવા પાછળનું કારણ પવન જોશી ની બહેન કોઈ અન્ય સાથે મેરેજ કરી લેવાનું હતું. જેના કારણે કિંજલ દવે અને પવન જોશી માંથી કોઈ સાથે રહી શકે તેમ ન હતું. આ બંનેની જોડી પણ ચાહકોને ખૂબ જ પસંદ હતી. અવારનવાર બંને સાથે જોવા મળતા હતા અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા હતા.

સગાઈ તૂટવાની ખબર બાદ પવને પોતાનું એકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું હતું. જ્યારે કિંજલ એ પોતાનો એકાઉન્ટ પરથી પવન સાથેની બધી જ તસવીરો હટાવી દીધી. આ ઘટના ને લઈને ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો. હાલમાં જ કિંજલ દવે સગાઈ વિશેની વાત કર્યા વગર એક એવી પોસ્ટ મૂકી છે જેના કારણે કિંજલ દવેની હિંમત ની પ્રશંસા કરવાનું મન થાય.

કિંજલ દવે તેના instagram પર કેટલીક સ્ટોરી અને પોસ્ટ શેર કરી. જેમાં તને પોતાના દિલની વાત કહી હતી. કિંજલ એ તેની instagram તસવીરમાં પોસ્ટ શેર કરી કેપ્શન ખૂબ જ સુંદર વાત લખી. તેણે લખ્યું હતું કે “જ્યાં જીવન તમારી રોપણી કરે છે ત્યાં ઘાસની જેમ ખીલો.”આ તસવીર પણ હવે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

આ ઉપરાંત તેણે સ્ટોરીમાં પણ એક તસવીર શેર કરીને હિન્દીમાં શાયરી લખી હતી. “સબકો મિલ જાયેગી મંજિલ યે જરૂરી તો નહીં… જિંદગી રાખ કે સફર હૈ… તુમ યહી ચલતે રહેના…”ત્યારે હવે આ પોસ્ટ દ્વારા ચાહકો એમ સમજી રહ્યા છે કે કિંજલ પોતાની જાતને વધારે મક્કમ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *