ખજુરભાઈ બાદ પછી પોપટભાઈ આહીર એ પણ કરી લીધી સગાઇ… જુઓ તસવીરો

હાલ થોડા સમય બાદ ગુજરાતના ખૂબ કોમેડિયન તરીકે ઓળખાતા ખજૂર ભાઈ સગાઈ કરી હતી. નીતિનભાઈ લોકોની ખૂબ સેવા કરી રહ્યા છે અને કહેવાય છે કે ગુજરાતમાં સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ છે. ત્યારે કહેવાય છે કે ગુજરાતમાં સેવાના કર્યા કરતો એક બીજો ભાઈ પણ છે જે નું નામ પોપટભાઈ આહીર છે જે લોકોની ખૂબ જ સેવા કરી રહ્યા છે.

હાલ પોપટભાઈ સમાજસેવક અને પોપટભાઈ ફોઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આ પોપટભાઈ ચલાવી રહ્યા છે. પોપટભાઈ આહિરે પોતાની જીવન સાથી યુવતી સાથે સગાઈ કરી છે. પોપટભાઈ જે ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા છે.

પોપટભાઈ દ્વારા આ ફોટા મુકતા જ લોકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને આશીર્વાદ પણ આપી રહ્યા છે. પોપટભાઈ આહીર એ પણ ગુજરાતના દરેક વ્યક્તિના દિલમાં વસે છે અને તે લોકોને ખૂબ સેવા કરી રહ્યા છે.

તમને પોપટભાઈ ની વિશેષ વાત કરીએ ત્યારે પોપટભાઈનું સાચું નામ રજનીભાઈ છે. તેમને બધા પોપટભાઈ આહીર તરીકે ઓળખે છે.

પોપટભાઈ ભણતર વિશે વાત કરીએ તો એ ભાવનગરના અનાથાશ્રમમાં સાત વર્ષ રહ્યા બાદ તેમણે સુરતની પીપી સાયન્સ કોલેજમાં B.Sc સુધીનું ભણતર છે. હાલ તે એક સેવાના કાર્ય તરીકે કામ કરી રહ્યા છે. તેમની અત્યારે સાવ નાની એવી ઉંમર છે.

ત્યારે પોપટભાઈ ના પરિવાર તરફ માહિતી આપવી હોય તો તેનું પરિવારમાં તેમની માતા અને તેમના મોટાભાઈ સમાવેશ થાય છે.તેઓ અનાથાશ્રમ સહાય, બાળ અધિકાર, મહિલા સશક્તિકરણ, શિક્ષણ સહાય, વૃદ્ધાવસ્થા સહાય, આપત્તિ રાહત, તબીબી સહાય, પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ, વગેરે જેવા વિવિધ કારણો માટે કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *