મિત્રો તમે સૌ જાણતા હશો રાજકોટનો સૌથી વધારે ચર્ચિત કિસ્સો થોડા દિવસોથી ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. દેવાયત ખવડ છેલ્લા કેટલા સમયથી જેલમાં હતો. ગુજરાતની અંદર લોકસાહિત્ય કલાકાર અને ડાયરાના કલાકારમાં દેવાયત ખવડ નું નામ હંમેશા ચર્ચામાં રહેતું હતું.

તમને જણાવી દઈએ અઢી મહિના પહેલા રાજકોટ ની અંદર આવેલા ચોકમાં મયુરસિંહ રાણા ઉપર ધોળા દિવસે હુમલો કર્યો હતો અને જેના કારણે દેવાયત ખવડ પર આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત 72 દિવસ સુધી દેવાયત ખવડ જેલમાં રહ્યો હતો. અને થોડા દિવસો પહેલા જ દેવાયત ખવડ ને શરતો પર જામીન આપવામાં આવ્યા હતા.

મિત્રો તમને ખાસ જણાવી દઈએ જામીન મળ્યા પછી દેવાયત ખવડ નું સોશિયલ મીડિયા ઉપર ધીરે ધીરે પ્રભુત્વ વધવા લાગ્યું છે. તેણે એક પછી એક ડાયરામાં જવાનું શરૂ કરી દીધું છે. ધીરે ધીરે તેના ફોલોવર્સ પહેલાની જેમ વધવા લાગ્યા છે.

હાલ દેવાયત ખવડ કિંજલ દવે ના ઘરે મહેમાન બનીને ગયા છે. તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટા કિંજલ દવે ના પિતા લલિત દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા.
મિત્રો ફોટોમાં તમે જોઈ શકો છો કિંજલ દવેના ઘરની અંદર બનાવવામાં આવેલા ચેહર માતાજીના મંદિરની સામે લલીતભાઈ દવે અને દેવાયત ખવડ ઉભા જોવા મળી રહ્યા છે. આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ફોટોમાં તમે જોઈ શકો છો ચેહર માતાજીના મંદિરની સામે લલિત દવે પણ કિંજલ દવેની સામે બેઠા છે અને લલિત દવે દેવાયત ખવડના કપાસ ઉપર તિલક કરતા જોવા મળી રહ્યા છે. કિંજલ દવે તેની મમ્મી પપ્પા સાથે સોફા પર બેસીને પોઝ આપી રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કિંજલ દવે ના પિતા લલિત દવેએ ફોટો શેર કરતા જણાવ્યું કે “માં ભગવતી ચેહર તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી બધી મનોકામના પૂરી કરે”. આશીર્વાદ સાથે “જય ચેહર સરકાર જેસંગપુરા” એવું લખીને ફોટા વાયરલ કર્યા હતા.