દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પર જીવલેણ હુમલો હાલમાં જ થયો છે આ હુમલો સાંજે 6:45 વાગે થયો જ્યારે આફતાબને દિલ્હી પોલીસ FSL ઓફિસ લઈ જતી હતી.આ લોકોને હાથમાં તલવારો હતી અને આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા ત્યારે એક પોલીસ કર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંધુક તાકી દીધી.
ગુસ્સે ભરેલી ભીડે પોલીસ વાન પર પથ્થર માર્યો પણ કર્યો છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. હુમલો કરનારાઓએ કહ્યું કે તેને બે મિનિટ બહાર કાઢો હું એને મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરના કેટલાક આરોપીને પોલીસે કસ્ટડીમાં પણ લીધા છે. મળતી માહિતી અનુસાર હુમલા કરનારાઓ હિન્દુ સેના ના કાર્યકર્તા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
તલવાર લઈને પહેલા આ લોકો પોલીસ સામે આવી ગયા અને જ્યારે પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો તો તેના પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ હુમલો લગભગ 6:45 વાગે થયો હતો હુમલા કરનારાએ કહ્યું કે અમારી બહેનના 35 ટુકડા કર્યા છે અમે તારા 70 ટુકડા કરીશું.