‘છેલ્લો દિવસ’,’નાડી દોષ’ ની અભિનેત્રી જાનકી લંડનમાં ખુબ જ એન્જોય કરી રહી છે…બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે આપે તેવા પોઝ આપ્યાc

આપણે સૌ લોકો જાણીએ છીએ કે હિન્દી ફિલ્મોના અભિનેતા તથા અભિનેત્રીઓ લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે હાલમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા તથા અભિનેત્રીઓએ પણ અનેક લોકોના દિલમાં પોતાના અભિનય દ્વારા અનોખું સ્થાન મેળવ્યું છે આવી જ એક અભિનેત્રી છેલ્લા દિવસ ના ફિલ્મના અભિનય પરથી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. તે એટલે ગુજરાતી ફિલ્મની મશૂર અભિનેત્રી જાનકી બોડીવાલા જેની છેલ્લી ફિલ્મ વશ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

જે ફિલ્મમાં તેમના ચાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. અભિનેત્રી જાનકી બોડીવાલા હાલ તેના વેકેશનને ખૂબ જ એન્જોય કરી રહી છે. તે હંમેશા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે તેથી જ તેને પોતાના સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડિયો શેર કરી તેના ચાહકોને અપડેટ આપી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. તેથી જ લોકો તેના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jb (@jankibodiwala)

આ તસવીરોમાં આપ જોઈ શકો છો કે જાનકી સેલ્ફી લેતી જોવા મળે છે આ દરમિયાન તે તેના ખુલ્લા વાળમાં લોકોનું દિલ જીતી લીધું છે બીજી તસવીરોમાં આપ જોઈ શકો છો કે જાનકી બ્લુસ કટ અને વાઈટ ટોપ માં ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. જાનકી તેના મિત્રો સાથે લંડન માં ખૂબ જ મજા માણી રહી છે.

તેમની તમામ તસવીરોમાં ખૂબ જ સુંદરતા જોવા મળી રહી છે તેથી જ તેના ચાહકો પણ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તે ફિલ્મ નાડી દોષમાં ગુજરાતી પ્રખ્યાત અભિનેતા યસ સોની સાથે જોવા મળી હતી આ ફિલ્મે ખૂબ જ ધૂમ મચાવી હતી. જોકે જાનકી બોડીવાલા અવારનવાર પોતાની ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. જાનકી બોડીવાલા સૌપ્રથમ છેલ્લો દિવસ નામની ગુજરાતી ફિલ્મમાં એકપાત્ર તરીકે જોવા મળી હતી પરંતુ આજે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ લોક ચાહના મેળવનારી અભિનેત્રી બની ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *