અમદાવાદ શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીએ આ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ નગરમાં કરોડો રૂપિયા કમાતા લોકો પણ સેવા આપી રહ્યા છે.
પ્રમુખસ્વામી નગરમાં 240 જેટલા ટોયલેટ બનાવવામાં આવ્યા છે. ટોયલેટને ઓળખવા માટે મહિલાઓ માટે પિંક કલર અને પુરુષો માટે બ્લુ કલર આપવામાં આવ્યો છે. અહીં દર કલાકે તમામ ટોયલેટ સાફ થાય છે. ટોયલેટ માંથી દુર્ગંધ બહાર ન આવે તે માટે ટોયલેટ ની બહાર સુગંધિત ફુલ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. હાલમાં આ ગજબના મેનેજમેન્ટની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે.
વડોદરાનો વતની યશ પટેલ નામનો વ્યક્તિ હાલમાં અમદાવાદ સેવા આપવા આવ્યો છે. યશની વાત કરીએ તો તે વડોદરા ની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે વર્ષે અંદાજે આઠથી દસ લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી કરે છે.
યશ પટેલે જણાવ્યું કે તેઓએ પોતાના ઘરે ક્યારેય ટોયલેટ સાફ કર્યું નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ભક્તોના રોલ મોડલ હતા. નાનામાં નાનું કામ પણ પ્રમુખસ્વામી મહારાજ કરતા હતા. જેથી તેમનામાંથી મને આ કામ કરવાની પ્રેરણા મળી છે. મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર યશ પટેલ જ નહીં પરંતુ સિયાનો અભ્યાસ કરતા શોભિત પટેલ પણ અહીં ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે.