હાઇ-વે પર ફૂલ સ્પીડ પર દોડતી XUV કારમાં યુવકે સ્ટેરીંગ પરથી હાથ અને બ્રેક પરથી પગ લઈ લીધો…! પછી પત્નિ સાથે કરવા લાગ્યો મસ્તી…જુઓ વિડીયો

અત્યાર સુધી તમે વિદેશી ટેક્સી ની કારોમાં ઓટોમેટીક ડ્રાઇવિંગ જોયું હશે. લોકો તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પણ તમે જોયું જ હશે. ત્યારે હવે ભારતમાં પણ સેમી ઓટોમેટિક ડ્રાઇવિંગ ફીચર્સ નો ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ પોતાની મહિન્દ્રા કાર પર લોંગ ડ્રાઇવ પર જતા કપલનો એક વિડીયો સામે આવ્યો છે. બીજી બાજુ ડ્રાઇવિંગ પર બેઠેલો આ વ્યક્તિ ઓટોમેટીક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની પત્ની સાથે મસ્તી કરી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખ લોકોને ખૂબ જ ચડેલો છે. રિલ્સ બનાવવા માટે લોકો કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે. તેણે પોતાના જીવનની ચિંતા હોતી નથી. આવું જ કંઈક સવારે માધવપુરના એક વ્યક્તિએ કર્યું હતું. ત્યારબાદ રીલ્સ બનાવવાનું તેને ભારી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વ્યક્તિએ પોતાની લક્ઝરિયસ કારને ઓટો પાયલેટ ટન પર મૂકી અને પત્ની સાથે મસ્તી કરવા લાગ્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યાર પછી તેને કાન પકડીને માફી પણ માંગવી પડી હતી.

એડવાન્સ ડ્રાઇવર સિસ્ટમ આજકાલ કાર ખરીદનારા લોકોમાં સૌથી લોકપ્રિય ફીચર કહેવાય છે. પહેલા આ ફીચર ખાલી volvo અને mercedes માં જ જોવા મળતું હતું. પરંતુ હવે ભારતીય બજારમાં આવતી ઘણી બધી કારમાં પણ સામાન્ય બની ગયું છે. હાલ mahindra, tata, hyundai જેવી ઘણી કારમાં આ ફીચર્સ ઉપલબ્ધ છે. મોટી વાત તો એ છે કે મોટાભાગના લોકો આ સુવિધા ના સાચા ઉપયોગ વિશે જાગૃત હોતા નથી. આ સુવિધા નો ફાયદો ઉઠાવે છે. આવી જ એક બેદરકારી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એક વ્યક્તિ કોટા થી ટાંગ જતી વખતે પોતાની કાર ઓટો ડ્રાઇવિંગ મોડમાં મૂકી દે છે અને પત્ની સાથે રિલ્સ બનાવવા લાગે છે. આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ભડક્યા હતા. લોકો કહી રહ્યા છે કે “એકસીડન્ટ થઈ શકે છે આ બે જવાબદારી ભર્યું કામ કહેવાય.” આ વીડિયોમાં તે વ્યક્તિ ઓટોમેળમાં પોતાની કારને મૂકીને બાળક સાથે પણ રમતો જોવા મળે છે.

વ્યક્તિનું કહેવું એવું છે કે સોશિયલ મીડિયા પર આવી ઘણી બધી રીલ્સને ને જોઈ હતી જેને જોઈને તેણે આવી હરકત કરી. હાઇવે પર મુસાફરી દરમિયાન રિલ્સ બનાવી અને બહેન પાસે તે નિવાઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટોલનાકા પર લગભગ 15 km પહેલા પોતાની કારને ઓટો મળવા મૂકી દીધી હતી અને 30 સેકન્ડની રિલસ બનાવી હતી. આ વિડીયો અપલોડ કરતા જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો હતો.

વિડીયો વાયરલ થતા સવાઈ માધવપુર પોલીસે પણ પોતાનો ફીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરીને નિયમોના પાલનનો ઉલ્લેખ કરવાનું લખ્યું હતું. ત્યારબાદ તરત જ પોલીસે યુવકની તલાશ શરૂ કરી દીધી અને ખોટા પોલીસને આ બાબતની જાણકારી આપી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *