ગટર સાફ કરતા-કરતા ભૂંગળામાં ફસાયો યુવક, માંડ માંડ બહાર કાઢ્યો… જુઓ વિડીયો

ઈન્ટરનેટ પર હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિને ખૂબ જ સાંકડી પાઈપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વીડિયોમાં તમે ગટરના પાઈપમાં ફસાયેલા એક માણસને જોઈ શકો છો, આ જગ્યા રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં પુલકોવો ઈન્ટરનેશનલ એરપોર્ટ ના પાર્કિંગની નીચે હોવાનો દાવો કરવામાં આવે છે. આ વ્યક્તિ માંડ માંડ ગટરની પાઇપ સાફ કરવા અંદર ગયો હતો, પરંતુ થોડા મીટર અંદર ગયા બાદ તે ખરાબ રીતે ફસાઈ ગયો હતો.

આ ઘટાની જાણ રેસ્ક્યુ ટીમ ને થતા તેણે બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. તેણે ઘણી કોશિશ કરી, પણ બહાર નીકળી શક્યો નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે તેને પાઇપમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે કેવી હાલતમાં હતો. આ ક્લિપ Reddit અને Twitter સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી છે. Reddit પર તેને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ‘સેન્ટ પીટર્સબર્ગના મોસ્કોવસ્કી જિલ્લામાં, એક વ્યક્તિ ગટરની પાઇપમાં અંદર ફસાઈ ગયો. તેમને બચાવવા માટે રસ્તો ખોદવો પડ્યો.

https://twitter.com/i/status/1590653878961606656

આ વિડીયો જોઈને ઘણા યુઝરો કોમેન્ટ કરી રહ્યા છે કે ‘આ તો ગુફામાં રહેનારાઓ કરતાં પણ ખરાબ છે જેમણે હોલમાંથી બહાર કાઢવા માટે હેલ્મેટ ઉતારવી પડે છે.’ અન્ય એક યૂઝરે લખ્યું, ‘મેં થોડા મહિના પહેલા પહેલીવાર તેના વિશે વાંચ્યું હતું. મારો ક્લોસ્ટ્રોફોબિયા એકદમ નવા સ્તરે પહોંચી ગયો છે. કોઈ આવું કરે કેમ?’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *