ગુજરાત નો યુવક મ્યાનમાર પૈસા કામવા માટે ગયેલો ત્યાં કંપની દ્વારા લાકડી થી માર માર્યો અને જમવાનું પણ ના આપ્યુ સાથે…

હાલ ભારત દેશમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં બહારના દેશમાં જવા લાગ્યા છે. જેનું કારણ એક જ છે કે તેને સારો પગાર અથવા તો નોકરી ન મળતા ને કારણે તેને બીજા દેશમાં જવું પડે છે. જેના કારણે આજના યુવાન પેઢી ખૂબ વિદેશમાં જઈ રહી છે. જ્યારે ઘણી બધી ઘટના એવી સામે આવે છે. જે વિદેશ જતા પૈસા કમાવવા માટે જાય છે પણ તે ખૂબ જોખમી સાબિત થાય છે. અત્યારે એક કેવી ઘટના સામે આવી છે જે જાણીને હયું કાપવા લાગશે.

આ માહિતી અનુસાર જૂનાગઢનો યુવાન પૈસા કમાવવા માટે વિદેશમાં ગયો હતો પણ 24 દિવસમાં મ્યાનમારમાં એવી રીતે જ જીવન વિતાવ્યું કે તેમ તેમની માતાએ કહ્યું કે અડધો રોટલો ખાવો એ સારો પણ કોઈ દિવસ વિદેશમાં દીકરાને મોકલવા નહીં.

આ ઘટનાને લઈને વધારે જણાવીએ તો આ યુવક જુનાગઢના બાબરા ગીર ગામના કિશન નામનો યુવક ઓનલાઇન માંથી તેને નોકરી મેળવવી હતી અને નોકરી મળતાં તેના પરિવારને ખુશ ખબર આપી અને પૈસા કમાવા માટે તે મ્યાનમાર ગયો હતો. જ્યાં તેને કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટ નું કામ કરવામાં આવ્યું હતું સાથે કંપનીમાં તેને ટાર્ગેટ પણ આપ્યો હતો.

જ્યારે કંપની દ્વારા જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે મુજબ ગ્રાહક ન મળતા યુવકને માર મારવામાં આવ્યો હતો સાથે તે યુવકને જમવાનું પણ આપવામાં ન આવ્યું હતું. તેને વતનમાં જવા માટે કંપની થી 7000 માંગ કરી હતી. ત્યાર પછી પરિવાર તરફથી જેમ તેમ કરીને તેને પૈસા ભેગા કરીને યુવકને આ મામલા માંથી છોડાવ્યો હતો.

જ્યારે કિશન કહ્યું કે મહિનાના 1000 ડોલર જેટલો પગાર આપવાનું કીધું હતું પણ કિશન મ્યાનમાર પહોંચ્યો ત્યાર પછી કંપની વાળાએ કહ્યું તે કોઈપણ વાત સાચી ન હતી. વધુ ગ્રાહકો શોધવા માટે કહેવાતું હતું. ના મળતા તો પાઈપથી માર મારવામાં આવશે અને જમવાનું પણ નહીં આપવામાં આવે.

જ્યારે કિશન આ મામલામાં બચાવા માટે ત્યાર પછી પરિવાર તરફથી કંપનીમાં પૈસા મોકલો મોકલ્યા હતા અને કિશનને ત્યાંથી પરત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *