હાલ ભારત દેશમાં હાર્ટ એટેક ની ઘટના ખૂબ વધારે જોવા મળી રહે છે. પહેલા તો મોટી વયના લોકોને હાર્ટ એટેક આવવાની સંભાવના રહેતી હતી પણ આજના સમયે 25 થી 30 વર્ષના યુવાનને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. જ્યારે ભારત દેશમાં અત્યારે હાર્ટ અટેકના કેસ ખૂબ વધી રહ્યા છે.
તેવામાં એક એ જ ઘટના સામે આવી છે. જે સુરત ખાતે રહેતો એક યુવાન હાર્ટ એટેક થી મૃત્યુ થયું છે. યુવક કેનેડા રહે છે અને ત્યાં તેનો અભ્યાસ કરે છે થોડા સમય પહેલા તે પોતાના પરિવારને મળવા માટે સુરત આવ્યો હતો.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય પ્રશાંત ભરોલિયા રવિવારે સવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા મેદાનમાં ગયો હતો. તે લગભગ 2.5 કલાક ક્રિકેટ રમ્યો અને ઘરે ફરી પાછો આવ્યો. ઘરે આવતા જ તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો. પરિવારજનો તેને પડોશીઓની મદદથી જલ્દી થી હોસ્પિટલ લઈ ગયા. જ્યારે સ્થિતિ વધુ બગડતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો આવ્યો હતો, જ્યાં થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું. પ્રશાંત કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. રજાના દિવસોમાં તેઓ થોડા સમય માટે સુરત ખાતે તેમના ઘરે આવ્યા હતા.