જે રીતે બહાર જમીન પર ખતરનાક પ્રાણીઓ રહેતા હોય છે તેવી જ રીતે પાણીની અંદર પણ ખતરનાક જીવો વસવાટ કરે છે. જે માણસો માટે જીવલેણ પણ હોઈ શકે છે. પાણીની અંદર ઘણા જીવો વસે છે જેમાં શાર્કનો પણ સમાવેશ થાય છે. શાર્કને તો તમે જાણતા જ હશો. તેને સમુદ્રના ખતરનાક શિકારી પ્રાણીઓમાંની એક માનવામાં આવે છે.
તમે વિચારી શકો છો કે જો વ્યક્તિ શાર્કની સામે આવી જાય તો તેની શું હાલત થશે? કેટલીક વાર તે કેટલાક વ્યક્તિઓનો શિકાર પણ કરી લે છે. હાલ સોશિયલ મીડિયામાં શાર્કથી જોડાયેલ એક વિડીયો વાયરલ થયો છે જે જોઈને તમે ચોક્કસ હેરાન થઈ જશો.
અત્યાર સુધીમાં તમે શાર્ક સાથે જોડાયેલા ઘણા વિડીયો જોયા હશે, જેમાં શાર્ક વ્યક્તિ પર હુમલો કરતી હશે અને કોઈક વાર સમુદ્રમાં નાની માછલીઓનો શિકાર કરતી હશે. પરંતુ આ વીડિયોમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો છે. વીડિયોમાં વ્યક્તિ શાર્ક સાથે મજેદાર ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલી માછલીઓ ફરી રહી છે જેમાં શાક પણ સામેલ છે. ત્યાં વ્યક્તિ કોઈપણ જાતના ડર વગર શાર્ક સાથે રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો છે.
આવો ભયંકર વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને હજારો લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવ્યા છે.