લગ્નમાં નવો ટ્રેન્ડ આવ્યો! જામનગરમાં ઘોડાગાડી ની જગ્યાએ છકડામાં કાઢી જાન, રસ્તા પર લોકો જોતા રહી ગયા…

અત્યારે લગ્નની સીઝન ખૂબ જ ચાલી રહી છે. ત્યારે જામનગરમાં પણ અનેક પરિવારોના આંગણે શુભ લગ્નની શરણાઈઓ અને ઢોલ નગારા વાગી રહ્યા છે. લોકો શુભ પ્રસંગને યાદગાર અને અનોખો બનાવવા માટે નવા નવા પ્રયાસો કરતા હોય છે. જે તમે પણ ઘણી વખત જોયા હશે. આવા જ એક અનોખા લગ્ન જામનગરમાં યોજાયા હતા. આ લગ્નમાં ઘોડાગાડી કે લક્ઝરી કાર નહીં પરંતુ છકડામાં ફૂલેકું કાઢવામાં આવ્યું હતું. મકરાણી પરિવારના આંગણે ઉજવાયેલા આ પ્રસંગ જામનગરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જામનગરમાં હાલ ખૂબ જ ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘોડાગાડી હાથીની અંબાડી અને ગાડીમાં ખૂબ જ લગ્નના ફુલેકા નીકળ્યા છે. આનોખા લગ્નમાં જામનગરમાં રહેતા રફીકભાઈ મકરાણી શહેરના ગ્રીન માર્કેટ વિસ્તારમાં ખાંડ બજાર નજીક છકડા રીપેર કરવાની નોકરી કરે છે.

રસિકભાઈએ છકડાનો વટ વધારવા પોતાના પુત્રના લગ્નમાં છકડો લઈને ફૂલેકું કાઢ્યું. રસ્તા પર લોકો જોતા જ રહી ગયા. લોકો આ ફૂલેકા ના વખાણ પણ કરી રહ્યા છે.

તેમણે પોતાના પ્રિય એવા છકડામાં કઈક અનોખું કરવાનો વિચાર આવ્યા બાદ રફિકભાઈ છકડાનો લાલ, પીળા ફુલથી શણગારી દીધો હતો અને તેમા પોસ્ટર ફોટા લગાવી વરરાજાનું ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. છકડામાં ફુલેકું નીકળતા શહેરના લોકોમાં વિશેષ આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *