સુરત શહેરનું સ્ટેશન નવું બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ 3 ફેજ માં બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ માટે 877.8 કરોડ રૂપિયાનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. સુરત રેલ્વે સ્ટેશન પર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનશે. આ હબ 4 વર્ષમાં તૈયાર થઈ જશે. એમ રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતું. તેણીએ કહ્યું કે આ હબ 4 વર્ષમાં તૈયાર થઈ જશે અને બસ, રેલ, બીઆરટી એક જ જગ્યાએ લાવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) આ પ્રોજેક્ટમાં ભાગીદાર તરીકે કામ કરી રહ્યા છે.
સુરતના સરથાણાથી ડ્રીમસિટી અને સારોલીથી ભેસાણ એમ બે રૂટ પર મેટ્રો દોડશે.
આરવીએનએલને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટમાં ડેપોનું કામ 20 મહિનામાં પૂર્ણ કરવાનું છે.
ડેપોમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે.

સુરત મેટ્રો ફેઝ-2ની 19.26 કિમી લાઇનનું મેન્ટેનન્સ ભેંસાણ ડેપોમાંથી કરવામાં આવશે. સારોલીથી ભેંસાણ રૂટ પર મેટ્રોને એલિવેટ કરવામાં આવશે.
જેમાં કુલ 18 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું ભેંસાણ ડેપોથી મોનિટરિંગ કરવામાં આવશે. ભેંસાણ ડેપોમાં મેટ્રો રેકની સફાઈ, લાઈન મેન્ટેનન્સ, ઈમરજન્સી ટ્રેન યુનિટ, વર્કશોપ, ક્લિનિંગ પ્લાન્ટ, ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ, કંટ્રોલ સેન્ટર જેવી તમામ સુવિધાઓ હશે. આ ડેપોનું નિર્માણ કાર્ય 20 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે