એક દીપડાએ 136 લોકોને ધંધે લગાડયા – ક્યારેય નહીં જોયું હોય તેવું LIVE રેસ્કયુ

બોડેલીમાં છેલ્લા આઠ દિવસથી આંતક મચાવનાર ખૂનખાર દીપડાએ વન વિભાગને ધંધે લગાડ્યા છે. દીપડાને બેભાન કર્યા વગર રેસ્ક્યુ કરવું ભારે પડી ગયું. વન વિભાગની ટીમને દીપડાની લોકેશન મળતા તેને પકડવા માટે ની પ્રક્રિયા ચાલુ કરી દીધી હતી. 136 જણા નો સ્ટાફ સતત ચાર કલાકની મહેનત બાદ દીપડો જાળમાં ફસાયો.

ઘટનાની વાત કરીએ તો આઠ દિવસથી દીપડો ખૂંખાર બન્યો હતો. આ દીપડાએ દિવસના સમયે હુમલો કરીને બે માસુમ બાળકનો જીવ લીધો હતો. ઘટનાની જાણ વન વિભાગને થતાં જ બહાર અલગ અલગ ટીમો બનાવીને 136 જણા નો સ્ટાફ ગામમાં મોકલી દેવામાં આવ્યો અને તેની સાથે 14 જેટલા પિંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા.

સવારે વન વિભાગની ટીમ કકરોલીયા ખાતે દીપડાના પગલા ચેક કરતી હતી. ત્યારે RFO નિરંજન રાઠવાને ખેતરમાં દીપડો હોવાની માહિતી મળી. ત્યારબાદ વન વિભાગની ટીમ તરત જ તે જગ્યા પર પહોંચી. લગભગ 100 કરતાં વધુ કર્મચારીઓને અમલપુરા ખાતે બોલાવીને ગોઠવી દેવામાં આવ્યા.

દીપડાને પકડવા માટે, વન વિભાગના કર્મચારીઓને દિવેલાના ખેતરમાં ત્રણ ગાડી લઈને પોહચી ચુક્યા હતા. અંદર ગયા પછી દીપડાનું લોકેશન મેળવીને તેને બહાર કાઢવા માટે સૂતળી બોમ્બ પણ ફોડવામાં આવ્યા હતા. જ્યારે વન વિભાગના કર્મચારીઓ નેટ લઇને ચારે બાજુથી દીપડાની નજીક પહોંચ્યા ત્યારે એને ડાટ ગન વડે બેહોશ કરવા માટે ઇન્જેક્શન છોડવામાં આવ્યું હતું, પરંતુ ઇન્જેક્શન વાગે તે પહેલા જ દીપડો ખેતરમાંથી ભાગી ચુક્યો હતો અને નજીકમાં આવેલા કપાસના ખેતરમાં ઘૂસી ગયો હતો.

દીપડો ભાગી છૂટતાં એક સમયે બધા ગભરાઈ ગયા હતા,પરંતુ ગમે તે થાય, પણ દીપડાને પકડવાનું વન વિભાગની ટીમે નક્કી કરી લીધું હતું. કપાસના ખેતરમાં દીપડાની શોધખોળ શરૂ કરતાં તે દેખાઈ ગયો હતો અને તેની ચારેબાજુથી નેટ લઇને ઘેરાવો કર્યો હતો. એના ઉપર નેટ નાખીને વન કર્મીઓ દીપડાને પકડી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *