અમદાવાદમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ બાળકને આપ્યો જન્મ.., યુવતીએ કુંવારી હોવાનું જણાવતા ડોક્ટર સહીત હોસ્પિટલ નો સ્ટાફ ચોકી ગયો

સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ આવે છે જેના લીધે મહિલાઓને મોટી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ત્યારે આજે એક ચોકાવનારી ઘટના બની છે. થોડા દિવસો પહેલા અમદાવાદની અંદર આવેલ નારણપુરા વિસ્તારની અંદર રહેતી એક યુવતીએ અમદાવાદ હોસ્પિટલ ની અંદર બાળકને જન્મ આપ્યો હતો. મિત્રો નવાઈની વાત તો એ છે કે આ યુવતી સિંગલ હતી અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

જોકે આ યુવતી ને તેના ઘરની જાણકારી માગી તો તે આપવા માટે તૈયાર નથી. માત્ર એટલું જ નહીં તેના માતા પિતા પણ આ ઘટના બાબતે મોં બંધ રાખીને બેઠા છે. જેના લીધે પોલીસ પણ આગળ શું કરવું તે લઈને વિચારવા લાગી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ત્રણ દિવસ પહેલા આ યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર પછી હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકના પિતા વિશે પૂછવામાં આવ્યું તો યુવતીએ કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો એટલું જ નહીં પોલીસને પણ આ જાણકારી આપવાની ના પાડી.

કુવારી છોકરી બાળકને જન્મ આપીને માતા બની ગઈ. આ છોકરી B.COMના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સાથે સાથે C.A નો અભ્યાસ પણ કરતી હતી. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા એક યુવક સાથે રિલેશનશિપમાં આવી હતી. બંને વચ્ચે નજીકતા વધતા શારીરિક સંબંધો બંધાયા.

આ સમયગાળા દરમિયાન યુવતી પ્રેગનેટ પણ થઈ ગઈ. પોલીસનું માનવું છે કે યુવતીની પ્રેગનેન્સી અંગે માતા પિતાને પણ જાણકારી મળી ન હતી. તેમ છતાં કોઈ બદનામી થશે તેવા ડરને લીધે તેઓ કાયદાકીય કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. પોલીસ દ્વારા તેને ઘણું સમજાવવામાં આવ્યો પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.

બાળકને જન્મ આપનાર યુવતી સાથે કંઈક ખોટું થયું છે. તેમ છતાં તેના માતા પિતા પોલીસને કોઈ પણ પ્રકારની જાણકારી આપતા નથી. પોલીસે યુવતીના પ્રેમી નો નંબર મેળવવાની પણ કોશિશ કરી પરંતુ તેમાં પણ તે સફળ ન થયા.

માહિતી અનુસાર આ ઘટના બની તેના 4 દિવસ પહેલા તે એડમિટ થઈ હતી. ડોક્ટરે તેને ડીલીવરી પણ કરાવી અને બાળકને જન્મ પછી જરૂરી કાર્યવાહી કરવાનો સમય પણ આપ્યો. પરંતુ યુવતી કુવારી છે તેવું કહેતા હોસ્પિટલનો સ્ટાફ પણ ચોકી ગયો. હાલ સોશિયલ મીડિયાનામાં જમાનામાં ઓનલાઇન યુવક યુવતી ને માત્ર સેકન્ડમાં જ પ્રેમ થઈ જાય છે.

ઓનલાઇન પ્રેમમાં એકબીજા પર વિશ્વાસ મૂકીને આખી જિંદગી ખરાબ થઈ જાય તેવું મોટું પગલું ભરતા લોકો વિચારતા નથી. ત્યારે આ યુવતી સાથે બનેલી ઘટના ખરેખર ચોંકાવનારી છે. સ્વાભાવિક છે કે માતા પિતા પાસે રહેતી યુવતી આ વાતને છુપાવી શકે છે પરંતુ પોતાની દીકરી ગર્ભવતી છે તે માતા પિતા પાસેથી કેવી રીતે છુપાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *