72 સભ્યોનો પરિવાર એક સાથે ઘરમાં રહે છે – રોજની શાકભાજીનો ખર્ચો જાણીને ચોકી જશો

તમે બધાને જ ખબર છે કે આજકાલ દાયકામાં પારિવારિક અને સંયુક્ત કુટુંબની ભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આજના સમય દરમિયાન ઘણા બધા પરિવારો સંયુક્ત કુટુંબની જગ્યાએ અલગ અલગ રહેતા શીખી ગયા છે. પણ ઘણી વખત પરિવારની ઉપર મોટી-મોટી પરેશાની આવી પડે ત્યારે સંયુક્ત કુટુંબની ભાવના ખૂબ જ યાદ આવે છે. અને સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો તે મુશ્કેલીમાંથી પણ જલ્દી બહાર આવી શકે છે.

મુંબઈની અંદર આવેલા સોલાપુર નો એક પરિવાર અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. પરિવારના સભ્યો જાણી ને તમે ભયભીત થઈ જાછો આ સંયુક્ત પરિવારની અંદર 72 સભ્યો રહે છે અને તે એક જ ઘરની અંદર એક જ છતની નીચે ખૂબ જ ખુશીથી રહે છે. આ પરિવારનું નામ ડાહીજોડે પરિવાર છે. આ પરિવારની અંદર શાકભાજીનો વપરાશ દરરોજ ₹1,000 થી લઈને ₹1200 ની આસપાસ સુધીનો હોય છે. તેમજ એક જ દિવસની અંદર 10 લીટર દૂધનો પણ વપરાશ કરી નાખે છે.

વધારે વાત કરવા માં આવે તો તે મૂળ કર્ણાટકનો પરિવાર લગભગ 100 વર્ષ પહેલા સોલાપુર આવ્યો હતો અને આ વેપારી પરિવારની ચાર પેઢીઓ એક જ ઘરમાં એક સાથે રહે છે. પરિવારની મહિલા સભ્યોનું કહેવું છે કે શરૂઆતમાં તેઓ પરિવારમાં સભ્યોની સંખ્યાથી ડરતા હતા. પરંતુ હવે તે તેમાં ધીરે રે ભળી ગઈ છે.

પરિવારના એક member જે અશ્વિનભાઈ વીડિયોમાં જણાવતા કહ્યું અમારે આટલો મોટો પરિવાર છે અને અમને સાંજે અને સવારે 10 લીટર દૂધ ની જરૂર પડે છે. જ્યારે શાકભાજીની વાત કરવામાં આવે તો દરરોજની લગભગ 1200 રૂપિયાથી વધારે રૂપિયાની શાકભાજી ખાવા માટે વપરાય છે. તેમજ Non – Veg ની કિંમત આના કરતાં ત્રણ ગણી વધારે થાય છે.

72 પરિવારના સભ્યોમાં અશ્વિનભાઈ વધુ માહિતી જણાવે છે કે, અમારો પરિવાર આખા વર્ષ દરમિયાન ચોખા ઘઉં અને દાળની ખરીદી કરીએ છીએ અને આશરે 40 થી 50 જેટલી બોરીઓ અમે ખરીદીએ છીએ. અમે આટલી બધી મોટી માત્રા ની જરૂરિયાત છે. જેના કારણે અમે એક સાથે જ બલ્કમાં આ બધી ખરીદી કરીએ છીએ અને થોડીક આર્થિક છે.

સંયુક્ત પરિવારની પુત્રવધુ અને નૈના પરિવાર વિશે માહિતી જણાવે છે કે, આ પરિવારની અંદર જન્મેલા અને મોટા થયેલા લોકો ખુબ સરળતાથી જીવે છે અને જે મહિલાઓએ આમાં લગ્ન કર્યા છે તેમને શરૂઆતમાં થોડી નાની મોટી પરેશાની પડે છે. પરંતુ હું આ પરિવારના સભ્યોની વધારે સંખ્યાથી ડરી ગઈ હતી પરંતુ દરેક લોકોએ મને ટેકો કરી અને મારી સાસુ બહેન અને વહુએ પણ મને ઘરની અંદર એડજસ્ટ થવામાં પણ ખૂબ જ મદદ કરી હતી.

પછી ધીરે ધીરે બધું નોર્મલ થઈ ગયું હતું, આ પરિવારના નાના બાળકો પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રહે છે. તેઓને વિસ્તારના અન્ય બાળકોની સાથે રમવા માટે પણ જવું પડતું નથી. પરિવારના એક યુવાન અભ્ય આદિતિ જણાવે છે કે, જ્યારે અમે બાળકો હતા ત્યારે અમારે બહાર રમવા જવું પડતું નહોતું અમારા પરિવારના ઘણા બધા સભ્યો છે કે અમે અમારી વચ્ચે જ રમતા હતા અને ખુબ મજા કરતા હતા.

તે અમને બીજા કોઈની સાથે વાત કરવા માટે એટલા બોન્ડ બનાવ્યા છે. આટલા બધા લોકોને સાથે રહેતા જોઈને મારા મિત્રો પણ ખૂબ જ ખુશ છે. લોકોએ સોશિયલ મીડિયા ઉપર આ પરિવારને કોઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે અમેઝિંગ ફેમિલી. અને ભારતીય યુઝર્સે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના ખૂબ સારા સારા વખાણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *