સોશિયલ મીડિયા પર તમે જંગલી પ્રાણીઓના અમુક વીડિયો જોયા હશે. ખાસ કરીને એવા વિડિયો જેમાં આ પ્રાણીઓ શિકાર કરવામાં કોઈને બાકી નથી મુકતા. હાલ સોશિયલ મીડિયા પર એક ખૂનખાર દીપડાનો વિડીયો વાયરલ થયો છે. દીપડાએ શિકાર દરમિયાન એવું વર્તન કર્યું કે વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.
આ વિડીયો કારની અંદર બેઠેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયોની વાત કરીએ તો એક ખૂનખારા દીપડો ઘાસ ખાતી ગાય માતા નો શિકાર કરવા આવે છે. વિડીયો જોતા તો એવું લાગે છે કે દીપડો ગાય ઉપર પાછળથી પ્રહાર કરી દેશે. પરંતુ આ દીપડો થોડીવાર બાદ ગાયની આગળ જાય છે પણ ગાયને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડતો નથી.
મિત્રો નવાઈની વાત તો એ છે કે દીપડો ગાયની નજરની સામેથી પસાર થઈ જાય છે અને ગાય કોઈપણ જાતના ડર વગર ઘાસ ચરવાનું શરૂ રાખે છે. ખૂનખાર દિપડા નું વર્તન જોઈને ભલભલા લોકોને પરસેવો પડી ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ દીપડો તેના શિકારને કોઈ દિવસ છોડતો નથી. પરંતુ આ ઘટનામાં કંઈક અલગ જ બન્યું છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો આપી રહ્યા છે.