ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓ ઘણીવાર સામે આવતા હોય છે આવી જ એક ઘટના ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવી છે જેમાં માત્ર 17 વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું હતું. મૃતક દીકરીને બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું પરંતુ ધોરણ 12 માં ખૂબ ઓછા ટકા આવ્યા હતા તેથી તે ખૂબ જ ચિંતામાં રહેતી હતી તેની સાથે તેને નીટની પરીક્ષામાં પણ ખૂબ ઓછા માર્ક્સ આવ્યા હતા.
તેથી તેનું એમબીબીએસ થવાનું સપનું અધૂરું રહી જતા ગળાફાંસો ખાય મોતને વાહલું કર્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર ખૂબ ખરાબ પરિણામ આવવાથી તે ખૂબ જ ચિંતામાં રહેતી હતી તેથી જ તેણે ઘરે કોઈ નહોતું ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો મૃતક દિકરી ના પિતા જણાવે છે કે મારી પત્ની બે દીકરાઓને મુકવા માટે શાળાએ ગઈ હતી ત્યારે આ દરમિયાન તે ઘરમાં એકલી જ હતી તેનો ફાયદો ઉઠાવીને આ પગલું ભર્યું હતું. મૃતક દીકરીનું નામ ક્રીનલ પ્રજાપતિ છે દીકરીની માતા જ્યારે ઘરે આવી ત્યારે દીકરીને લટકતી હાલતમાં જોઈને તેને જોરથી બૂમાબૂમ શરૂ કરી દીધી હતી.
આસપાસના લોકો તુરંત જ બૂમ સાંભળીને ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યારબાદ દીકરીને નીચે ઉતારીને તેના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે આ દીકરીને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. મૃત્યુ પામેલી દીકરી પ્રજાપતિ તેના પરિવારની એકની એક જ દીકરી હતી તેના પિતા સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે દીકરીના મૃત્યુના સમાચાર સાંભળવાથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.