ગાયના પગમાં દોરડું બાંધી માર્યું પાટું – પછી ગાય માતાએ લીધો એવો બદલો કે… જોઈ લો વીડીયો

આપણા દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ઘણા તહેવારોમાં ગાય માતાની પૂજા પણ કરવામાં આવે છે. કહેવાય છે કે ગાય માતામાં 33 કોટી દેવતાઓનો નિવાસ છે, જેના કારણે ગાય ખૂબ જ પવિત્ર પ્રાણી છે. ત્યારે ગાયો પર થતા અત્યાચાર જોઈને કોઈનું પણ લોહી ઉકળી જાય. હાલ એવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગાય પોતાના ઉપર થઈ રહેલા અત્યાચારનો બદલો જાતે જ લઈ લે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો એક માણસ દૂરથી બાંધેલીગાયનું દોરડું ખેંચી રહ્યો છે જ્યારે બીજો માણસ ગાયની પાસે ઉભો છે અને ગાયને લાત મારી રહ્યો છે, કારણ કે ગાય પોતાની જગ્યાએથી ખસતી નથી. ગાયને જોરથી લાત માર્યા પછી માણસ આક્રમક રીતે ગાયની પૂંછડીને તેનો હાથમાં ફેરવે છે.

જ્યારે માણસે લાત મારી અને પછી તેની પૂંછડી હલાવવાનું શરૂ કર્યું ત્યારે ગાય માતા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. માણસ ગાયને નુકસાન પહોંચાડે છે ત્યારે ગાય તેના પર હુમલો કરે છે.

ગાય માતા ગુસ્સામાં માણસને લાત મારે છે અને માણસ નીચે પડી જાય છે અને પછી તેના પર ગાય તૂટી પડે છે. ગાય માણસને સીડી નીચે ખેંચે છે અને પછી તેને ફરીથી લાત મારે છે. અમુક જ સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. ઇન્ટરનેટ પર આ વિડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે.

આ વિડીયો પર લોકો પોતાનો પ્રતિભાવ આપતા જણાવે છે કે ‘જેવું કરશો તેવું ભરશો’. બીજા યુઝર એ લખ્યું ‘બહુ સારું કર્યું’. આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *