PM મોદીના જન્મદિવસ પર જે બાળક જનમશે તેને મફતમાં મળશે સોનાની વીંટી – જાણો શું છે આ જાહેરાત!

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવી રહ્યો છે. આ જન્મદિવસ પર કેન્દ્રીય ભાજપ નેતૃત્વથી લઈને ઘણા રાજ્યો સુધી ઉજવણીની જાહેરાત કરી રહી છે. અને બીજી બાજુ PMના જન્મદિવસ પર જન્મેલા બાળકોને સોનાની વીંટી મફતમાં આપવામાં આવશે. આ જાહેરાત ભાજપના તમિલનાડુ યુનિટ દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે તેઓએ માછલીનું વિતરણ કરવાની પણ જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મનારા બાળકોને વીંટી આપવા ઉપરાંત તમિલનાડુ ભાજપે 720 કિલો માછલીનું વિતરણ કરવાની જાહેરાત પણ કરી છે. ચેન્નઈમાં સરકારી RSRM હોસ્પિટલ પસંદ કરી છે જ્યાં પીએમ મોદીના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.

સોનાની વીંટી ના ખર્ચ પર ઉઠાવ્યા સવાલો
આ રીંગના વિતરણને લઈને ઘણા સવાલ ઊભા થાય છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે વીંટી લગભગ બે ગ્રામ સોનાની હશે, જેની કિંમત લગભગ 5000 રૂપિયા હોઈ શકે છે. મુરુગને આ પ્રશ્નો વિશે જણાવતા કહ્યું કે આ ફ્રી રેવડી નથી પરંતુ આવું કરીને અમે વડાપ્રધાનના જન્મદિવસ પર જન્મેલા બાળકોનું સ્વાગત કરવા માગીએ છીએ. ભાજપના સ્થાનિક એકમોનો અંદાજ છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10 થી 15 બાળકો નો જન્મ થઈ શકે છે.

720 kg માછલીનું વિતરણ
પીએમ મોદીના જન્મદિવસના અવસર પર એક અનોખી યોજના લઈને આવ્યા છે. ત્યારે મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનના મતવિસ્તારને 720kg માછલીનું વિતરણ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે પીએમ શાકાહારી છે. ખરેખર મોદી આ વખતે ૭૨ વર્ષના છે તેથી 720 નો આંકડો પસંદ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *