સુરત થી આવતી કાર ને નડ્યો ગંભીર અકસ્માત, બે ટ્રક વચ્ચે કાર નો થયો ડૂચો, બે લોકો ના મૃતદેહ..

હાલ ગુજરાતમાં અકસ્માત ની ઘટના ખુબ વધી રહી છે ત્યારે એક ખુબ ગંભીર ઘટના સામે આવી છે જે અંકલેશ્વરની વાલીયા ચોકડી ઓવરબ્રિજ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે કાર ફસાઈ જતા ખૂબ ગંભીર ઘટના સામે આવી હતી. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકોમાં તરખાટ મચી ગયો હતો અને લોકો ઘટના સ્થળ પર મદદ માટે દોડી આવ્યા હતા

.

અકસ્માતની ઘટના કાળજુ કંપાવી દે તેવી ગંભીર છે. આ અકસ્માત નજરે દેખાતા શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બરબાદ ક્રેનની મદદથી કારમાં ફસાયેલા લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે મૃત્યુ પામેલા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર અકસ્માતમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તે હજી નક્કી નથી પણ અંદાજિત બે લોકોના મૃત્યુ થયા હોવાનું મનાઈ રહ્યું છે. અકસ્માતમાં કાર બે ટ્રક વચ્ચે ફસાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત જોનાર ની માહિતી અનુસાર આગળ ચાલતા ટ્રક ચાલકે અચાનક જ બ્રેક લગાવી હતી એના કારણે કાર ચાલકે પણ પોતાની કાર પર બ્રેક લગાવી હતી આ દરમિયાન પાછળથી ટાઇલ્સ ભરેલા ટ્રક કારને જોરદાર ટક્કર લગાવી હતી જેના કારણે બંને ટ્રક વચ્ચે આ કાર ફસાઈ ગઈ હતી અને જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં માત્ર એક જ વ્યક્તિનો હાથ દેખાઈ રહ્યો હતો અને કારમાં કેટલા વ્યક્તિ સામેલ હતા તેની હજી સુધી કોઈ માહિતી મળી નથી. અકસ્માતની ઘટના થયા બાદ નજીકના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પૂરી ઘટનાની પૃષ્ટિ કરી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે કારમાં સવાર લોકો અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા ત્યારે તેને આ ગંભીર અકસ્માત નડ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટના થયા બાદ આસપાસના હાઇવે પર ખૂબ ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો તેના કારણે લોકોને ખૂબ અગવડ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *