જંબુસરમાં ગાયે 6 વર્ષની બાળકીને શિંગડે ભેરવી રોડ પર ઢસડી – જુઓ cctv

સોશિયલ મીડિયા પર તમે અવારનવાર રખડતા ઢોરના કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં અમુક ઢોર નુકસાન પહોંચાડે છે તો અમુક ઢોર જીવ પણ લઈ લેતા હોય છે. હાલમાં જ જંબુસરમાં શાળાએથી ઘરે જતી છ વર્ષની માસુમ બાળકીને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. સદનસીબે બાળકીનો જીવ બચી ગયો છે.

આજુબાજુ ઉભેલા બાળકો પણ ગભરાઈ ગયા
છ વર્ષની દીકરી સ્કૂલેથી ઘરે જઈ રહી હતી ત્યારે તે રજડતા પશુની અડફેટમાં આવી હતી. બાળકી જ્યારે સ્કૂલેથી તેના ઘરે પહોંચી ત્યારે જ પાછળથી એક ગાય દોડી આવી અને બાળકીને શીંગડે ભરાવી લીધી. ત્યારે આજુબાજુ ઉભેલા 8 થી 10 બાળકો ગભરાઈ ગયા અને દોડધામ મચી ગઈ. ગાયે બાળકીને રસ્તા પર ફંગોળી.

ગાય બાળકીને જમીન ઉપર પછાડી અને ત્યાંથી તરત ભાગી ગઈ હતી. માસુમ બાળકીનો સદનસીબે જીવ બચી ગયો હતો. ગાયની અડફેટમાં આવ્યા બાદ તરત જ બાળકી ઘરનો દરવાજો ખોલી અંદર ઘૂસી ગઈ હતી. બાળકીની પાછળ રહેલા દફતરના કારણે જ બાળકી બચી ગઈ હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યાંના રહેવાસીઓએ રખડતા પશુઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *