સાળંગપુરધામમાં હનુમાનજીની 54 ફૂટની મૂર્તિ તૈયાર થઇ ગઈ છે જેને લોકો કહેશે ‘કિંગ ઓફ સાળંગપુર’ – તમે આ મૂર્તિ જોઈ કે નહીં?

સાળંગપુર ધામ કષ્ટભંજન દાદા વિશે આપ સૌએ સાંભળ્યું જ હશે હનુમાનજી દાદા નો મહિમા અપરંપાર છે અને દાદાના જે દર્શન કરે છે તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. તેથી સૌ દાદા ના ભક્તો પણ કહે છે કે કષ્ટભંજન દેવ દાદા સત્ય છે. બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ આજે દાદા નુ દિવ્ય ધામ બની ગયું છે અને કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ.

સાળંગપુર ધામમાં આવેલું શ્રી કષ્ટભંજન દેવ દાદાનુ મંદિર આજે તમામ ભક્તોના દિલ જીતી લીધું છે. વધારે ઉમેરો કરતાં હવે આગામી દિવસોમાં આ ધામ કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. તમામ ભક્તોની મનોકામના પણ દાદા પૂર્ણ કરે છે. તેથી જ અહીં દેશ વિદેશથી લોકો દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે અને તેથી જ હવે તે માત્ર દાદા નું ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બનવા જઈ રહ્યું છે.

આમ લોકોને ભક્તિ પ્રત્યે આસ્થા વધે તે જ હેતુથી સંતોના વિચાર સાથે વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદા ની મૂર્તિ ની કામગીરી પૂરી જોશમાં ચાલી રહી છે સાથે મૂર્તિમાં વધારે આકર્ષણ વધે તે હેતુથી લાઈટન સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિર નો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવશે.

હનુમાનજી દાદા ની વિશાળ 54 ફૂટની આ મૂર્તિ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ એરિયામાં મૂકવામાં આવશે અને આ મૂર્તિ નો 30,000 કિલો વજન હશે અને આ મૂર્તિ વેધર પ્રૂફ હશે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે એવું ભવ્ય આયોજન કરવામાં આવશે. મૂર્તિની આસપાસ આશરે 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચા નું પણ આયોજન કરવામાં આવશે અને તેમનો હેતુ પર્યટક સ્થળ સાથે લોકો હનુમાનજી દાદા નાં દર્શન કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવશે.

સાળંગપુર ધામ હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી અને શાસ્ત્રી હરી પ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ હાલ હરિયાણાના માનસર ખાતે હનુમાનજી દાદાની આ મૂર્તિ બની રહી છે અને આગામી દિવસોમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન પણ ચાલી રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમ મૂર્તિનું ઉદઘાટન કરે તેવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે.

ત્યારે જણાવતા સાળંગપુર મંદિરની પાછળ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ બનાવવામાં આવશે અને દક્ષિણ મુખ્ય હનુમાનજીની વિશાળ મૂર્તિ મૂકવામાં આવશે 62000 સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે. આ ગાર્ડનમાં એક સાથે 12,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે જ્યાં લાઈટ અને સાઉન્ડ શો નો લોકો આનંદ માણી શકશે આવનારા સમયમાં આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *