ગુજરાતમાંથી અવારનવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. તો ઘણીવાર પ્રેમ પ્રકરણ ની ઘટનાને લઈને આત્મહત્યાની ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ચોંકાવનારી આત્મહત્યાનો કિસ્સો ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરત શહેરમાં રહેતી 21 વર્ષ દીકરી એ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા તેને મોત મળ્યું હતું.
આ ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો 21 વર્ષ એ કરીના પટેલે કિશન પટેલ સાથે પોતાના મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. કરીનાનો કિશન પટેલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સંપર્ક કર્યો હતો ત્યારબાદ બંને પ્રેમના બંધનમાં બંધાયા હતા. કિશન એ કરીનાને એરપોર્ટ પર નોકરી કરતો હોવાનું કહી પોતાની જાળમાં ફસાવી હતી. જોકે માતા-પિતાની મંજૂરી ન મળતા કરીને કિશન પટેલ સાથે ભાગીને લગ્ન કર્યા હતા.
ત્યારબાદ દીકરીના માતા પિતાએ ત્રણ મહિના બાદ પોતાના ઘરે બોલાવી દીકરી સાથે ફરીથી સંબંધોની શરૂઆત કરી હતી તેથી દીકરી અવારનવાર પોતાના માતા પિતા ના ઘરે અવરજવર કરતી હતી થોડા સમય બાદ કરીનાને ખબર પડી કે તેનો પતિ કિશન કોઈપણ કામ ધંધો કરતો ન હતો તેથી જ તેનો પતિ કિશન કરીનાને પોતાના પિયર માંથી પૈસા લાવવા માટે દબાણ કરતો હતો આ ઉપરાંત ધીરે ધીરે કરીનાને માનસિક ત્રાસ આપી અત્યાચાર કરતો હતો.
થોડા સમય બાદ પૈસા આવતા ન હોવાથી ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હતી આ બધી સમસ્યાઓથી કંટાળીને દીકરીએ ગળાફાંસો ખાય મોતને ભેટી હતી. માતા-પિતાની વાત ના માનવાનું આવું ભયંકર પરિણામ દીકરીને ભોગવવું પડ્યું હતું. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ માતા પિતા માથે આભ ફાટી પડ્યું હતું. ત્યારબાદ કરીનાના પરિવારજનો દ્વારા કિશન સામે ફરિયાદ નોંધાવી તેને સજા આપવા માટે માંગ કરી હતી. આ ઘટના બાદ કરીનાનો ભાઈ જણાવે છે કે હવેથી સરકાર એ પ્રેમ લગ્ન માટે ફરજિયાત માતા-પિતાની મંજૂરી માટેનો કાયદો બનાવવો જોઈએ જેથી કરીને આગળના સમયમાં કોઈપણ દીકરીને આવું પરિણામ ના ભોગવવું પડે.