ગુજરાતમાં આવેલા સુરત શહેરના વડોદ ગામમાં ગેસ ગૂંગળામણ થવાની ઘટના સામે આવી છે. સુરતના વડોદ ગામમાં ગેસ ગુંગળામણના થવાથી રાત્રે સૂતેલો પરિવાર બેભાન થઈ ગયો હતો. એક બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
માહિતી અનુસાર પરિવારની એક લાડકી બાળકીનું મોત થયું અને તરત જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. સુરતમાં વડોદરા ગામમાં ગેસ લીકેજ થવાના કારણે આખો પરિવાર બેભાન અવસ્થામાં આવી ગયો હતો. પરિવારની મહિલા ઘરકામ કરવા માટે રોજ બહાર જતી હતી. પરંતુ આજે વહેલી ન ઉઠતા પાડોશીએ દરવાજો ઠપકર્યો પણ કોઈએ ખોલ્યો નહીં.

દરવાજા ન ખોલતા પાડોશીને શંકા ગઈ અને તેણે દરવાજો તોડી નાખ્યો. દરવાજો તોડીને પાડોશી એ જોયું તો ગેસ લીકેજ થવાના કારણે આખો પરિવાર જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો.
ત્યારબાદ પાડોશીએ પરિવારના તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં 14 વર્ષની દીકરીનો મૃતદે જાહેર કરાયો. હાલ કુલ 3 બાળકો અને એક મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી અનુસાર આ પરિવાર યુપીમાં રહેતો હતો. પોલિસે ઘટનાને લઇ તપાસ શરૂ કરી દીધી છે.