સોશિયલ મીડિયા પણ ઘણા ડાન્સ ના વાયરલ વિડીયો તમે જોતા જ હશો. જેમાંના કેટલાક વિડીયો તમને રમુજી લાગતા હશે કેટલાક વિડીયો તમને રડાવી પણ દેતા હશે અને કેટલાક ખતરનાક વિડીયો પણ તમે જોતા હશો. પરંતુ હાલ હમણાં જ એક સોશિયલ મિડિયા પણ એક એવો વિડિયો વાયરલ થયો છે જે જોઈને તમારો શ્વાસ અધર થઈ જશે.
તમે ઘણા મુવી જોયા હશે અને મુવીમાં આવતા ગીતો પણ તમે જોતા જ હશો. અને જો તમે ડાન્સના શોખીન હોવ તો તમારા માટે આ વિડીયો જોવા લાયક છે. ઘણા લોકો પોતાનો જબરદસ્ત ડાન્સ બતાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક દાદીમાં વાયરલ થઈ ગયા છે. દાદીમા એ એવો ડાન્સ કર્યો કે એ જોઈને તમારામાં પણ સ્ફુર્તિ આવી જશે.
આ દાદીમાની આપણે વાત કરીએ તો દાદીમાની ઉંમર 74 વર્ષની છે. આ દાદીમાં નવસારીના ઇટાલવા રોડ પર રહે છે જેમનું નામ જશોદાબેન પટેલ છે. આ દાદીમાને બે પુત્ર પણ છે અને બંને વિદેશમાં રહે છે. આ દાદીમાં પોતાના પતિ સાથે શાંતિથી જીવન વિતાવે છે.
વિશ્વ મહિલા દિવસના એક કાર્યક્રમમાં દાદીમા સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ કરે છે. દાદીમા એ જણાવ્યું કે તેઓએ તેમના જીવનમાં પહેલા ક્યારેય પણ સ્ટેજ પર ડાન્સ કર્યો નથી. પરંતુ સિનિયર સિટીઝન પ્રોગ્રામમાં દાદીમાને તેમના પતિએ સ્ટેજ પર ડાન્સ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. દાદીમા એ ડાન્સ કરવા માટે પાંચ દિવસ સુધી પ્રેક્ટિસ કરી હતી અને પાંચ દિવસ પૂરા થયા બાદ જશોદાબેન સ્ટેજ પર ગંગુભાઈ મુવીના ઢોલીડા સોંગ પર જબરદસ્ત ડાન્સ કરે છે.
સોશિયલ મીડિયામાં બધી બાજુ દાદીમાના જબરદસ્ત ડાન્સ નો વિડીયો વાયરલ થયો છે. 74 વર્ષની ઉંમરે દાદીમાની સ્ફ્રૂતી જોઈને લોકો દાદીમાના વખાણ રોકી શકતા નથી. આ આ ઉંમરે ઘણા લોકો સરખા ચાલી પણ નથી શકતા ત્યારે દાદીમાંએ આવો જબરદસ્ત ડાન્સ કર્યો લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે.