રમતા રમતા 7 વર્ષનો બાળક કુવામાં પડી ગયો – જુઓ ઘટનાનો લાઈવ વિડિયો

સોશિયલ મીડિયા પર તમે અવારનવાર હચ મચાવી દેતા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ અત્યારે તમે જે ઘટના વાંચી રહ્યા છો તે માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. આ ઘટનામાં કુવાની નજીક રમે રહેલો 7 વર્ષનો બાળક રમતા રમતા કુવાની અંદર પડી જાય છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મિત્રો તમને જણાવી દઈએ કુવો 28 ફૂટ ઊંડો હતો અને કુવા ની અંદર સાત વર્ષનો બાળક પડી ગયો હતો. આ ઘટના થતા જ તેની સાથે રમી રહેલો તેનો મિત્ર કુવા પાસે દોડી આવે છે. અને ત્યારબાદ તે જોરથી બૂમો પાડવા લાગે છે. બાળકનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

ત્યારબાદ કુવા પાસે ગયા અને પાઇપ લઈ કૂવામાં નાખી. લોકોએ બાળકને પાઇપ પકડવાનું કહ્યું. ત્યાર પછી કૂવાની અંદર દોડું ફેકવામાં આવ્યું જેના લીધે તે દોરડું પકડીને સરળતાથી ઉપર આવી શકે. ત્યાર પછી કુવાની અંદર બે વ્યક્તિ ઉતર્યા અને દોરડા ની મદદથી બાળકને બહાર કાઢવામાં આવ્યો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડો બાળક કુવા પાસે રમી રહ્યો છે અને ત્યારબાદ તે કુવાની પટ્ટી પર ચાલવા જાય છે અને અચાનક તે પોતાનું સંતુલન ગુમાવે છે અને સીધો કૂવામાં પડી જાય છે. ભગવાનની દયાથી બાળકને આ ઘટનામાં કંઈ થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *