આપણા દેશમાં કોઈ એવી વસ્તુ નથી જે શક્ય ન બને. લોકો કોઈને કોઈ જુગાડ કરી લેતા હોય છે. ઘણીવાર લોકો નિયમોને પણ નેવે મૂકી દે છે. તમે ઘણી વખત બાઈક પર 2 સવારી પરમિશન હોવા છતાં ત્રણ ચાર લોકો બેઠેલા જોયા હશે. પરંતુ હાલ એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં ત્રણ-ચાર નહીં પરંતુ એક સાથે 7 લોકો ચડી ગયા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો ક્યાંનો છે તેની હજુ કોઈ જાણકારી મળી નથી. પરંતુ આ વીડિયો જોઈને તમે પણ હેરાન પરેશાન થઈ જશો. લોકો વિચારી રહ્યા છે કે આખરે સાત સાત લોકો એક બાઈક પર કેવી રીતે બેઠા? જોઈને ISI અધિકારી સુપ્રિય સહુની પણ બોલતી બંધ થઈ ગઈ હતી.
મિત્રો તમે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો એક વ્યક્તિ બાઈક લઈને ઉભો છે. બાઈકની આગળ એક નાની છોકરી બેસાડી છે અને બે મહિલા અને બીજા ત્રણ બાળકો ઉભા છે. મહિલા એક બાળકને બાઇકની આગળ બેસાડે છે એટલે કે બાઈક ચલાવનાર વ્યક્તિની આગળ ટોટલ બે બાળકો બેસી ગયા.
પછી એક મહિલા તે વ્યક્તિની પાછળ બેસે છે અને નીચે ઊભેલી મહિલા ખોળામાં એક બાળક ને બેસાડે છે. છેલ્લે એક મહિલા બાળકને ઊંચકીને પાછળ બેસી જાય છે. આમ એક જ બાઈક પર 7 લોકોને બેસાડીને વ્યક્તિ બાઈક ચલાવી મૂકે છે. આ વિડીયો જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.