King Of Salangpur : સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કષ્ટભંજન હનુમાન મદિરમાં ૫૪ ફૂટની બની રહેલ મૂર્તિનું મુખ આવતા ભવ્ય સ્વાગત કરાયું . સંતો અને મહંતો દ્વારા પૂજા કરવામાં આવી.સાળંગપુર કષ્ટભજન મંદિરમાં કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજેક ચાલી રહ્યો છે.
ડી.જે.ના તાલે વાજતે ગાજતે મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા હાજર રહેલા હરીભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઉઠીયા હતા અને સમગ્ર માહોલ ભકિ્તમય બની ગયો હતો .આગામી દિવસોમાં મૂર્તિનું સપૂર્ણ નિર્માણ થશે.

હનુમાન દાદાની મૂર્તિ 1033 કિલોમીટરનું અંતર કાપીને 45 ફૂટ ઊંચી સાળંગપુર મંદિર પહોંચી ગઈ છે. અંદાજિત 15 દિવસ પછી ભક્તો હનુમાનદાદાની વિશાળ મૂર્તિના દર્શન કરી શકશે.
આજથી અઠવાડિયામાં મિત્રો હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી પંચાતોની મૂર્તિના દર્શન કરવામાં આવશે અને માહિતી અનુસાર સાળંગપુરની 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવા જઈ રહ્યા છે.

તમને જણાવીએ કે હનુમાન દાદા ની મૂર્તિનું સ્થાપન થઈ ગયું છે આજે નહીં પરંતુ ગઈકાલે 18 ઓક્ટોબરના રોજ મૂર્તિના મુખ અને છાતીના ભાગ કુંડળધામમાં આવી પહોંચ્યા હતા. કુંડળધામના સંતો અને ભક્તો દ્વારા હનુમાન દાદાની મૂર્તિનું વિવિધ પૂજન કરી અને આરતી ઉતારીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે પછી હનુમાનદાદાની મૂર્તિને સાળંગપુર જવા માટે રવાના કરી દીધી હતી.

સાળંગપુરમાં આવેલી હનુમાન દાદાની મૂર્તિ ની વાત કરીએ તો દાદાની મૂર્તિના ચરણવિદ 18 ફૂટ ઊંચા બેજ પર લગાવી દેવામાં આવ્યા છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ ની વાત કરીએ તો, અત્યારે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 370 કારીગરો દિવસ રાત 18 18 કલાક કામ કરી રહ્યા છે અને 54 ફૂટ દાદાની મૂર્તિ 18 ફૂટ ઊંચા બેજ પર દક્ષિણ મુખે સ્થાપિત કરવામાં આવશે.