છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક થી મૃત્યુના કિસ્સાઓ મા સતત વધારો થઈ રહ્યો છે. દરેક ઉંમરના લોકોને હવે હાર્ટ એટેકનો ખતરો લાગી રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. જેમાં રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રહેતા 44 વર્ષના ઇમિટેશનના વેપારીનું મોત થયું હતું આ ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો મૃતક યુવક બપોરના સમયે પોતાના ઘરે હતો.
ત્યારે અચાનક જ તેમને છાતીમાં ખૂબ જ દુખાવો થયો હતો ત્યારબાદ તેઓ તુરંત જ બેભાન અવસ્થામાં થઈ ગયા હતા તેથી તેને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરની બે દિવસની સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા મૃતક યુવકની ઉંમર માત્ર 44 વર્ષની જ છે તેમનું નામ કિશોરભાઈ ભીખાભાઈ ચૌહાણ છે. યુવકના મૃત્યુના સમાચાર સાંભળતા ની સાથે જ તેમના પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર કિશોરભાઈ ની હૃદયની મોટાભાગની નળીઓ બ્લોક થઈ ગઈ હતી.
તેને કારણે જ તેમને હાર્ટ એટેક આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ તુરંત જ પોલીસ વધુ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ કિશોરભાઈના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. કિશોરભાઈ ના બે બાળકો છે જેમાંથી દીકરાની ઉંમર 21 વર્ષની છે અને દીકરીની ઉંમર માત્ર 17 વર્ષની છે.
પિતાના મૃત્યુથી બંને બાળકોએ પિતાની છાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે પરિવારના જણાવ્યા અનુસાર કિશોરભાઈ ખૂબ જ સ્વસ્થ હતા. તેને પહેલા ક્યારેય પણ આવી સમસ્યા નહોતી થઈ પરંતુ અચાનક જ છાતીમાં દુખાવાની સમસ્યા બની હતી. ત્યારબાદ તુરંત જ તેઓ બેભાન અવસ્થામાં થઈ ગયા હતા. તેથી અમે તુરંત જ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.
જોકે છેલ્લા ઘણા સમયથી દરેક ઉંમરના લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુને ભેટે છે. થોડા સમય પહેલા ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર એક બાળકનું ગુરુપૂર્ણિમાની ઉજવણી વખતે હાર્ટ એટેક ના કારણે મોત થયું હતું તો એક પિતાનું હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થવાથી દીકરીને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આવી જ રીતે હાર્ટ એટેકે કેટલાય પરિવારોના સ્વજનોના ભોગ લીધા છે તેથી જ સૌ લોકો હાર્ટ એટેક ની સમસ્યાના કારણે ચિંતામાં મુકાયા છે.