રાજ્યમાં રહસ્યમય મૃત્યુના કિસ્સાઓ ઘણીવાર આપણી સામે આવતા હોય છે આવો જ એક રહસ્યમય મૃત્યુનો કિસ્સો ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવ્યો છે આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની હતી. જેમાં 35 વર્ષના દિવ્યાંગ નું પોતાના ઘરમાં રહસ્યમય મોત થયું હતું. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ફરજ પરના ડોક્ટરોને સારવાર દરમિયાન મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું ન હતું તેથી સાચું કારણ જાણવા માટે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુ પામે યુવક ભાડાના મકાનમાં પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો જ્યાં તેની સાથે તેના બીજા બે થી ત્રણ મિત્રો પણ રહેતા હતા. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા યુવકને દારૂ પીવાની ખૂબ જ ખરાબ ટેવ હતી તેના ત્રણ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા
પરંતુ તેની પત્ની તેને મૂકીને ભાગી ગઈ હતી મુકેશ દિવ્યા હોવાને કારણે સાંભળી કે બોલી શકતો ન હતો. લગ્ન બાદ તેના જીવનમાં ખૂબ જ ઝઘડાઓ થતા હતા તેથી જ તેની પત્ની તેને મૂકીને ચાલી ગઈ હતી. તેથી મુકેશ સંચા ખાતામાં કામ કરીને પોતાની રોજી રોટી મેળવતો હતો પરંતુ તેના ઘરના આસપાસ પાડોશી જણાવે છે કે તેના ઘરમાંથી ગઈ રાતે ખૂબ જ દુર્ગંધ આવતી હતી.
તેથી અમે અંદર જઈને તપાસ કરી ત્યાં જાણવા મળ્યું કે મૃતક યુવક બેભાન હાલતમાં પડ્યો હતો અને તેની સાથે રહેતા બે થી ત્રણ વ્યક્તિઓ પણ ગાયબ હતા તેથી પોલીસ દ્વારા રહસ્ય મોત થયું હોવાનું બહાર આવ્યું છે તેથી પોલીસ વધુ તપાસ તથા પૂછપરછ કરી મૃત્યુ પાછળના કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.