અમદાવાદમાં હાલ એક ખૂબ જ ભયાનક ઘટના બની છે. શાહીબાગ વિસ્તારમાં ગિરધર સર્કલ પાસે ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ફસાયેલા ચાર લોકોમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં સફળતા મળી. પરંતુ 15 વર્ષીય એક કિશોરી અંદર ફસાઈ ગઈ હતી. જે ગંભીર રીતે દાજી ગઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર ગેસનું ગીઝર ફાટતાં આગ લાગી હતી. સવારે 7:28 વાગે અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો કે શાહીબાગ સર્કલ પાસે આવેલા ગ્રીન ફ્લેટમાં સાતમાં માળે આગ લાગી છે. તરત જ ફાયર બ્રિગેડના વાહનો એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી લઈને પહોંચી ચૂક્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તરત જ પાણીનો મારો ચલાવીને આગ કાબુ લેવાના પ્રયત્નો કર્યા હતા. ઘરમાં રહેલા ચાર સભ્યોમાંથી ત્રણને બહાર કાઢી લેવાયા હતા. પરંતુ રૂમમાં 15 વર્ષની નાની છોકરી ફસાઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડના જવાનો પહેલા આઠમાં મળે ગયા અને ત્યાંથી દોરડું લટકાવીને સાતમા માળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પહેલા દરવાજો તોડ્યો અને 15 વર્ષની કિશોરીને બહાર કાઢી. આ કિશોરી ખૂબ જ ખરાબ હાલતમાં દાઝી ગયેલી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી. ગંભીર ઈજાને કારણે તરુણીનું મોતની પૂછ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ આ આગ શેના કારણે લાગી હતી તેનું હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
અમદાવાદમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. અઠવાડિયા પહેલા જ નારણપુરાની મોદી આઇ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં બેનાં મોત થયાં હતા. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ અને તેની પત્ની એમ બે લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પણ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ બહાર નહોતું આવ્યું. હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હતા, કારણ કે દિવસ દરમિયાન જ હોસ્પિટલ ચાલતા હતા. મૂળ રાજસ્થાનનું વતની દંપતી આગમાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યું હતું. આ દંપતી હોસ્પિટલની દેખરેખ રાખવાનું કામ કરતું હતું.