ટ્રેનની ટક્કરથી 24 ગાયોના મોત: ટ્રેનના સમયે જાણીજોઈને ગાયો લાવવામાં આવી હોવાનો ગૌરક્ષકોનો રક્ષકોનો આક્ષેપ, અસામાજિક તત્વો સામે પગલાં લેવાની માંગ

વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આવી જતાં 24 ગાયોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જાણ થતાં જ ગૌરક્ષકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળનું નિરીક્ષણ કરતી વખતે, ગૌરક્ષકની ટીમને રેલવે ટ્રેકની આસપાસ લાકડીઓના ટુકડા પડેલા મળ્યા. તો ડુંગરી પંથકના રખડતા પશુઓને રેલગાડીના સમયે આ વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા રેલ્વે ટ્રેક પાસે ખાસ હાંકી કાઢવામાં આવતા હોવાનો આરોપ કરાયો હતો.

ગૌરક્ષકની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
વલસાડના ડુંગરી રેલ્વે સ્ટેશન નજીક ડુંગરી પંથકના રખડતા ઢોર રવિવારે મોડી રાત્રે અચાનક રેલ્વે ટ્રેક નજીક આવી જતા 24 જેટલી ગાયો પુરપાટ ઝડપે દોડી રહેલી ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ડુંગરી અને વલસાડ રેલવે સ્ટેશન વચ્ચે ગૌવંશ કપાયા હોવાની જાણ ટ્રેક પાસેથી પસાર થતા સ્થાનિક લોકોને થતા તાત્કાલિક અગ્નિવીર ગૌરક્ષકની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. અગ્નિવીર ગૌરક્ષકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

અસામાજિક તત્વો દ્વારા ગૌવંશને લાવ્યાનો આક્ષેપ
ડુંગરી પંથકમાં એકસાથે રેલ્વે ટ્રેક પર રખડતા ઢોર આવી જવાની વાત ફાયર ગૌરક્ષકની ટીમના ગળામાંથી ઉતરી ન હતી. જેથી અગ્નિવીર ગૌરક્ષા દળની ટીમના આગેવાનોએ ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં ઢોરને ભગાડવા માટે વપરાતી લાકડીઓના ટુકડા મળી આવ્યા હતા. અગ્નિવીર ગૌરક્ષાની ટીમના આગેવાન હેમંત ખેરનારે ડુંગરી પંથકમાં રખડતા ઢોરને ટ્રેનના સમયે અસામાજિક તત્વો ભગાડી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. અગાઉ 1 વર્ષ પહેલા પણ જોરવાસણ વિસ્તારમાં આવી જ ઘટના બની હતી. ઘટના બાદ પણ કોઈ ચોક્કસ આરોપીઓ પકડાયા ન હોવાથી અસામાજિક તત્વો દ્વારા બીજી વખત આવી ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *