સમગ્ર દેશભરમાં તથા રાજ્યમાં આત્મત્યાના અવારનવાર કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાંથી ઘણીવાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લેતા હોય છે. આવી જ એક આત્મહત્યા ની ઘટના જયપુરમાંથી સામે આવી છે. જેમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. મળતા સમાચાર અનુસાર પરિવારજનોએ દીકરાને ગળાફાંસો ખાધેલી હાલતમાં પોતાની સાથે જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ બાદ તુરંત જ તેણે પોલીસને જાણ કરતા ની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ તુરંત વધુ તપાસ થતા પૂછપરછ હાથ કરી હતી પોલીસે મૃત્યુ પામેલા મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો હતો. પોલીસે વધુ તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. મૃત્યુ પામેલા 21 વર્ષના યુવકનું નામ રાજવીર યાદવ હતું રાજવીર યાદવ બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
પરંતુ રાત્રિના સમયે રાજવીર યાદવ એ દોરડા વડે ગળાફાંસો ખાય મોતને વાલુ કર્યું હતું. જ્યારે સવારના સમયે પરિવારના લોકોએ યુવકની શોધખોળ કરી ત્યારે તેમને યુવકનું મૃતદેહ દોરડા વડે લટક્યા હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન તેના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટ તથા મળેલા સૂત્રોના આધારે પોલીસે તેના પરિવારજનો પાસેથી વધુ પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી.
જેના કારણે આત્મહત્યાના સાચા કારણ સુધી પહોંચી શકાય પરિવાર પાસેથી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજવીર બીએસસી ના પ્રથમ વર્ષમાં નાપાસ થયો હતો તેના કારણે તેણે ફરીથી પરીક્ષા આપી હતી પરંતુ તે પરિવાર નાપાસ થયો હતો તેથી જ તે ખૂબ જ ચિંતામાં રહેતો હતો. આ કારણથી જ તેણે આત્મહત્યા કરી હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એમના પરિવારના સભ્યો જણાવે છે કે તે જમીને પોતાના રૂમમાં સુઈ ગયો હતો ત્યારબાદ સવારે અમે તેને મૃત હાલતમાં જોયો હતો. રાજવીર પાસેથી પ્રાપ્ત થયેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું રાજવી યાદવ છું હું મારા હોશમાં સુસાઇડ કરી રહ્યો છું મારા પર પરિવારના કોઈ સંબંધ કે મારા કોઈ મિત્રનું દબાણ નથી મને માફ કરજો હું તમારા અને મારા સપના સુધી જીવી શક્યો નહીં.
રાજવીર યાદવ આ સાથે તેણે બીજા પેજમાં ખૂબ જ મોટા અક્ષરે આ એક લખ્યું હતું. પરંતુ પોલીસ આ સુસાઇડ નોટ ના આધારે આત્મહત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે તેથી તેણે તેના પરિવાર પાસેથી તથા તેના મિત્રો પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરી હતી. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીના ખરા પરિણામને કારણે આત્મહત્યા ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.