અભિનેત્રી તુનિષા શર્માએ ગઈકાલે સેટ પર આત્મહત્યા કરી હતી. આ સમાચારના કારણે બધા લોકો ચોકી ગયા છે. મળતી માહિતી અનુસાર અભિનેત્રી તુનિશાએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે. ત્યારે હવે મુંબઈ પોલીસે આ મામલે તેના બોયફ્રેન્ડ અને ‘અલીબાબા દાસ્તાને કબુલ’ સિરીયલના સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ અભિનેત્રીને આત્મહત્યા માટે ઉછેરવા બદલ શીઝાન વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. નાના પડદાની પાછળ કામ કરતી આ અભિનેત્રી ૨૦ વર્ષની ઉંમરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળ્યું છે કે તે શીઝાન મોહમ્મદ સાથે રિલેશનશિપમાં હતી. શીઝાને આ અભિનેત્રી સાથે બ્રેકઅપ કર્યું હતું. જેના લીધે અભિનેત્રી ખૂબ જ પરેશાન થઈ હતી અને ત્યારબાદ ગઈકાલે 24 ડિસેમ્બરના રોજ તેણે સેટ પર જ ગળાફાંસો લગાવી દીધો.

હાલમાં પોલીસે અભિનેત્રીના કો-સ્ટાર મોહમ્મદ ખાન વિરુદ્ધ FIR લખાવી છે અને હવે ખાનની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ આ મામલે ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી કરશે. મુંબઈ પોલીસ ખાન વિરુદ્ધ કોર્ટ પાસે રિમાન્ડ પણ માંગશે. શીઝાન ખાનના ઘણા ફ્રેન્ડસ મુંબઈના પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા હતા. હાલ તો શીઝાન ખાન ની પૂછપરછ ચાલી રહી છે.