રાજકોટ માં ફિલ્મ જોવા ગયેલી પટેલ પરિવારની 2 દીકરીઓ ને બ્રિજ પર નડ્યો અકસ્માત,એન્જિનિયરિંગ કરતી 17 વર્ષ ની દીકરીનું મોત

ગુજરાત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી જ એક ઘટના ગુજરાતના રાજકોટ શહેરમાંથી સામે આવી છે જેમાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મહુડી ઓવર બ્રિજ પર રવિવારે ભારે વરસાદમાં સહેલી સાથે ઇલેક્ટ્રીક બાઈક લઈ જતી બે યુવતીઓ અચાનક જ સંતુલન ગુમાવતા ફૂલની પાળી સાથે ટકરાઈ હતી તેની સાથે જ બે સહેલીઓમાંથી એકનું ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. આ બંને બહેનપણીઓ ફિલ્મ જોવા માટે જતા હતા પરંતુ અચાનક જ તેમાંથી એક સહેલી મોતને ભેટી હતી.

બહેનપણી ખુશીબાના પિતા વિજયસિંહ બહાદુરસિંહ રાણા જણાવે છે કે હું રવિવારે મારી નોકરી પર હતો ત્યારે અચાનક જ ત્રણ વાગ્યે મારી દીકરીના ફોનમાંથી મને કોઈ વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે તમારી દીકરી અકસ્માતમાં ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. તેથી હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા માટે નીકળ્યો હતો પરંતુ થોડા સમય બાદ તુરંત જ ફરીથી મારી દીકરી ના ફોનમાંથી ફોન આવ્યો કે તમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવો તેથી હું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો.

તેની સાથે તાત્કાલિક જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતાં પૂછપરછ હાથ કરી હતી ખુશીબા જણાવે છે કે હું મારી બહેનપણી કૃષિ સાથે કોઠારીયા રિંગ રોડ પર તિરૂપતિ બાલાજી પાર્કમાં તેને લેવા માટે ગઈ હતી ત્યારબાદ અમે ફિલ્મ જોવા માટે નીકળ્યા હતા. પરંતુ કૃષિ બાઇક ચલાવતી હતી તેની પાછળ હું બેઠી હતી પરંતુ અચાનક જ બ્રિજ ચડતા અમારું વાહન પાળી સાથે અથડાયો હતો તેથી સંતુલન ગુમાવતા અચાનક જ અમે પડી ગયા હતા.

ત્યારબાદ કૃષિને માથાના ભાગમાં વધુ ઇજા થઈ હતી તેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ મને ખૂબ જ સામાન્ય ઈજા થઈ હતી આસપાસના લોકો અમારી માટે તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા અમને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ ડોક્ટરની લાંબી સારવાર બાદ કૃષિને મૃત જાહેર કરવામાં આવી હતી મૃત્યુ પામનાર કૃષિ 12માનો અભ્યાસ પૂર્ણ કરી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું. .

પરંતુ એન્જિનિયર બનવાનું સપનું આ અકસ્માતના લીધે સપનું જ રહી ગયું હતું. કૃષિના મૃત્યુના સમાચાર તેના પરિવારને મળતાની સાથે જ દુઃખની લાગણી સર્જાય હતી જોકે સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે તેથી વધારે પાણી ભરાવાને કારણે અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *