17 વર્ષીય દીકરીએ કર્યું પિતાને અનોખું દાન, બની સૌથી નાની ઉંમરની અંગદાતા – જુઓ સંપૂર્ણ વિગત..

સમગ્ર દેશમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન જોર શોર થી ચાલી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ 17 વર્ષે દીકરીએ એક અદભુત કાર્ય કર્યું છે. કેરળમાં સ્થિત 17 વર્ષે છોકરીએ પોતાના પિતાને પોતાના લીવરનો એક ભાગ ડોનેટ કર્યો. આ ડોનેશન બાદ તે દેશની સૌથી ઓછી ઉમરની અંગતદાતા બની ગઈ છે અને તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે.

આ દીકરી હાલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે અને આ દીકરીનું નામ દેવાનંદે છે આ દાન માટે ખાસ કેરળના ઉચ્ચ ન્યાયાલયમાંથી છૂટ માંગી કારણકે દેશના કાયદા અનુસાર નાબાલીગોને અંગદાન કરવાની અનુમતિ હોતી નથી. કોટની મંજૂરી મળ્યા બાદ તુરંત આ દેવાનંદે 9 ફેબ્રુઆરીના રોજ પોતાના બીમાર પિતાને બચાવવા માટે પોતાના લીવરનો હિસ્સો દાન કર્યો હતો. આ દીકરીનું દાન એ પિતા અને પુત્રી વચ્ચેનો અનોખો પ્રેમ વ્યક્ત કરે છે. દીકરીના પિતાની વાત કરીએ તો 48 વર્ષના પિતા એક કેફે ચલાવે છે. સર્જરી અલુવાની રાજગીરી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. દેવાનંદની વીરતાને જોઈને હોસ્પિટલે સર્જરીના તમામ ખર્ચાને પણ માફ કરી દીધા.

દીકરી ના પિતાને એક સપ્તાહ ની સારવાર મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ કાર્ય જોઈને તે ગર્વ ખુશ અને રાહતનો અનુભવ કરી રહ્યા હતા. કોઈપણ જગ્યાએથી લીવર ના મળવાને કારણે દેવાનંદ એ પોતાના લીવરનો એક હિસ્સો પોતાના પિતાને દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ કાર્ય બાદ લોકોમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ની ખૂબ જાગૃતતા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *