વ્હાલી દીકરી સૃષ્ટી રૈયાણીને ખરા અર્થમા પુષ્પાંજલી અર્પણ કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા,
રાજકોટઃ જેતપુર તાલુકાના જેતલસર ગામની વ્હાલી દીકરી સૃષ્ટી રૈયાણીની વર્ષ ૨૦૨૧મા હિચકારી હત્યા કરવામા આવેલ. જે એક ખેડૂતની પુત્રીને તેના જ ગામના રહેવાસી 23 વર્ષીય જયેશ સરવૈયા દ્વારા તેના ઘરની બહાર ખેંચી ગયો હતો, જેણે માર માર્યો હતો. તેણીએ તેના લગ્ન પ્રસ્તાવને નકારવા બદલ. જ્યારે છોકરીએ સ્વીકારવાનો ઇનકાર કર્યો, જેનો સરવૈયાએ તેણીના મૃત્યુ સુધી સંપૂર્ણ જાહેરમાં છરી વડે 32 વાર ઘા માર્યા.

જે કેસ જેતપુર સેશન્સ કોર્ટમા ચાલી જતા નામદાર જજ ચૌધરી કોર્ટે આજે સિમાચિન્હ રૂપ ચુકાદો આપીને હત્યાના આરોપીને ફાંસી ની સજા સંભળાવીને વ્હાલી દીકરી સૃષ્ટી રૈયાણીને ખરા અર્થમા શ્રધ્ધાંજલી અર્પેલ છે.

આ હત્યા કેસને યુવા ધારાસભ્ય જયેશ રાદડીયાએ વ્યક્તિગત લઈને પોતાની દીકરી હોય એમ સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેકમા ચલાવીને દીકરી સૃષ્ટીને જલ્દી ન્યાય મળે એ માટે સતત પ્રયત્નશીલ રહીને સીમાચિન્હ ચુકાદો આવે એવા પ્રયત્નો કરેલ હતા.

આ તકે સૃષ્ટી રૈયાણી હત્યા કેસમા મદદ કરનાર સરકારી વકીલશ્રી,પોલીસ વિભાગ તેમજ રાજ્યના ગૃહ મંત્રીશ્રી અને રાજ્ય સરકારનો યુવા નેતા જયેશ રાદડીયાએ ખુબ ખુબ આભાર માનેલ છે.